હૈદરાબાદ-

છેલ્લા ત્રણ દિવસથી તેલંગાણામાં પડેલા વરસાદને કારણે રાજ્યના 14 જિલ્લાઓને ભારે અસર પહોંચી છે. રાજધાની હૈદરાબાદની હાલત પણ ખૂબ જ ખરાબ છે. ઘણી જગ્યાએ પાણીનો પ્રવાહ એટલો ઝડપથી જોવામાં આવ્યો છે કે માણસો અને કાર પણ અહીં વહેતા જોવા મળે છે.

હૈદરાબાદના ફલકનુમા નજીક બરકસથી એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક માણસ પૂરના પાણીમાં વહેતા જોરદાર પ્રવાહ સાથે જોયો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો તેને બચાવવા પ્રયાસ કરી રહ્યા છે અને મદદ માટે ચીસો પાડી રહ્યા છે. મુશ્કેલીમાં ફસાયેલો માણસ આગળ થાભંલાને પકડવાનો પ્રયત્ન કરે છે પરંતુ પ્રવાહ એટલો ઝડપી છે કે તે આગળ વહી જાય છે. વીડિયોમાં બે લોકો લાચાર ઉભા જોવા મળી રહ્યા છે. એક ટાયર ટ્યુબ પણ પાણીમાં વહેતા માણસ સાથે વહેતી જોવા મળે છે, જે કદાચ તેને બચાવવા માટે ફેંકી હતી. વિડિઓ સામે આવ્યો છે પરંતુ તે વ્યક્તિને બચાવી શકાય છે કે નહીં તે જાણી શકાયું નથી.