/
કોરોનાની સ્થિતિ વચ્ચે પ્રિયંકા ગાંધીએ ભાવુક પોસ્ટ મુકી, કહ્યું- 'હમ હોંગે કામયાબ'

દિલ્હી-

દેશમાં ચારે તરફ કોરોનાના કારણે સ્થિતિ બગડી રહી છે. તેવા સમયે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સો.મીડિયા પર 'હમ હોંગે કામયાબ' લખી એક ભાવુક પત્ર લખ્યો છે. તેમણે દેશની બગડતી સ્થિતિ અંગે એક પોસ્ટ કરી છે. આ સાથે જ પ્રિયંકા ગાંધીએ ડોક્ટર્સ અને નર્સની પ્રશંસા કરી છે.

પ્રિયંકા ગાંધીએ કોરોનાના સંકટ સમયમાં લોકો દ્વારા કરવામાં આવતા પ્રયાસોના પણ વખાણ ક્રયા હતા. આ સાથે જ સરકારની નિષ્ફળતાઓનો ઉલ્લેખ કરી હુમલો પણ કર્યો હતો. પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પર મુકેલા પત્રમાં લખ્યું હતું કે, આ પોસ્ટ લખતા મારું હૃદય ભારી થઈ ગયું છે. મને ખબર છે કે, તમારામાંથી ઘણા લોકોએ છેલ્લા એક અઠવાડિયામાં પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે. ઘણા પરિવારો જે જીવન માટે સંઘર્ષ કરી રહ્યા છે. આપણા ડોક્ટર્સ, નર્સ અને હેલ્થકેર કર્મચારીઓ કોરોનાના દર્દીઓની સારવાર કરી રહી છે. આ સાથે જ પ્રિયંકા ગાંધીએ જણાવ્યું, ચારેય તરફ અંધારું છે. આમાંથી નીકળીને એક વાર ફરી અજવાળાની આશા છે. નિરાશાઓની વચ્ચે તાકાત એકઠી કરીને આપણી અન્ય લોકોને જે પણ સહયોગ આપી શકીએ. તે કરવો જાેઈએ.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution