દિલ્હી,

એક અભ્યાસમાં એવો ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે કે ફેબ્રુઆરી 2021ના અંત સુધીમાં ભારત કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશ બની જશે તે પછી અમેરિકાનો ક્રમ રહેશે.

જા કોરોનાની રસી નહિ શોધાય તો આવતા વર્ષના પ્રારંભે ભારતની દશા ઘણી ખરાબ થશે. એમઆઇટી દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર ફેબ્રુઆરી 2021 પહેલા ભારતમાં રોજ 2.87 લાખ કેસ નોંધાતા જશે. વિશ્વની 60ટકા વસ્તીને આવરી લેતો 84દેશોમાંથી ટેસ્ટીંગ અને કેસ ડેટાના સમન્વયથી આ અભ્યાસ હાથ ધરાયો છે. એમઆઇટીના અભ્યાસ મુજબ જા સારવાર નહિ મળી શકે તો માર્ચથી મે 2021 દરમિયાન વિશ્વસ્તરે 20 કરોડથી 60 કરોડ વચ્ચે કેસ હશે.

અભ્યાસ અનુસાર કોરોનાથી ભારત સૌથી વધુ પ્રભાવિત દેશ બનશે તે પછી અમેરિકા રોજ ૯૫૦૦૦ કેસ સાથે બીજા ક્રમે રહેશે. દક્ષિણ આફ્રીકામાં રોજ 21000, ઇરાનમાં રોજ 17000 કેસ રોજ નોંધાશે. આ પ્રોજેકશન ફેબ્રુ.2021ના અંત સુધીમાં કરવામાં આવ્યું છે.

આ અભ્યાસમાં ત્રણ મુખ્ય બાબતોને આવરી લેવાઇ છે. જેમાં હાલના (1) ટેસ્ટીંગના દરો અને તેનો રીસ્પોન્સ (2) જા ટેસ્ટીંગ રોજ 0.1 ટકા વધારાય તો અને (3) જા ટેસ્ટીંગ હાલ મુજબ જ થતું રહે પણ કોન્ટેકટ રેટ 8સુધી લઇ જવાય તો એટલે કે 1 અસરગ્રસ્ત 8 વ્યકિતને સંક્રમિત કરી શકે તે આધારે થયો છે.