ન્યુ દિલ્હી,તા.૩

અત્યાર સુધી તમે ૪ કલાકમાં ફક્ત દિલ્હીથી ચંદીગઢ સુધી સફર કરી શકો છો. પરંતુ જા તમે કહો કે માત્ર આટલા જ કલાકમાં તમે દિલ્હીથી અમૃતસર જઇ શકો છો તો શું તમે વિશ્વાસ કરશો? લાંબા રસ્તાને જાતાં તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે પરંતુ આ વાત હવે સાચી સાબિત થવાની છે. જી હાં, હવે તમે માત્ર ૪ કલાકમાં જ દિલ્હીથી અમૃતસરનો રસ્તો કાપી શકશો. 

કેન્દ્રીય રોડ પરિવહન તથા રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ દિલ્હી-અમૃતસર એક્સપ્રેવે હેઠળ અમૃતસર સુધી નવા સંપર્ક માર્ગની જાહેરાત કરી છે. આ માર્ગ નાકોદર થી થઇને સુલ્તાનપુર લોધી, ગોઇંડવાલ સાહિબ, ખદૂર સાહિબ થઇને પસાર થશે. તેથી પંજાબના લોકોની લાંબા સમયથી ચાલી રહેલી માંગ પુરી થઇ શકશે. અમૃતસરથી ગુરદાસપુર માર્ગનો પણ પૂર્ણ વિકાસ કરવામાં આવશે અને તેને ‘સિગ્નલ ફ્રી’ કરવામાં આવશે.

આ એક્સપ્રેસવે બનાવવાથી અમૃતસરથી દિલ્હી આંતરરાષ્ટÙીય એરપોર્ટ સુધીની યાત્રાનો સમય ઘટીને ચાર કલાક રહી જશે. અત્યારે તેમાં આઠ કલાક લાગે છે. પહેલા તબક્કાના એક્સપ્રેસ વે નિર્માણ પર ૨૫,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચનું અનુમાન છે.

કેન્દ્રીય મંત્રીએ કÌšં કે દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવેના ભાગના રૂપમાં અમૃતસર સુધી એક નવો માર્ગ બનાવવામાં આવશે. આ માર્ગ નાકોદરથી થઇને સુલ્તાનપુર લોધી, ગોઇંડવાલ સાહિબ, ખદૂર સાહિબ થઇને પસાર થશે. તેમણે કÌšં કે પ્રસ્તાવિત એક્સપ્રેસ-વે પાંચ ગુરૂઓ સાથે જાડાયેલા શહેરોને જાડશે.