/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

આગામી સમયમાં સોમનાથ મંદિરને ઘરે બેઠા ૩ડી વ્યુમાં નિહાળી દર્શન કરી શકાશે

ગાંધીનગર

સોમનાથ મંદિરની અદ્વિતીય સ્થાપત્ય કલાનું સંરક્ષણ અને સંવર્ધનના હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સીધા માર્ગદર્શનમાં સોમનાથ ટ્રસ્ટ અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સંયુક્ત પ્રયાસથી ‘વિનાશ પર નિર્માણના પ્રતીક સમાન પ્રભાસ પાટણ સ્થિત સોમનાથ મંદિરના ડિજિટલ પ્રમોશન અને સંરક્ષણ કાર્યનો પ્રારંભ કરાયો છે, તેમ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા જણાવાયું છે.આ વિશેષ ટેક્નોલોજી બિલ્ડીંગ ઈન્ફોર્મેશન મોડલ(બીઆઇએમ) પર આધારિત છે. જેનો ઉપયોગ સંવર્ધન અને પુનઃ સ્થાપનાની પ્રક્રિયા માટે થઈ શકે છે. આ ૩ડ્ઢ મોડલ ડિજિટલ મ્યુઝિયમ, વર્ચ્યુઅલ એક્ઝિબીશન, રિસર્ચ, ડિજિટલ પ્રમોશન અને જાળવણી માટે અતિઉપયોગી સાબિત થશે અને જાે ભવિષ્યમાં જરૂર ઊભી થાય તો, આ ૩ડ્ઢ પ્રિન્ટેડ મોડલથી સ્ટ્રક્ચરની પ્રતિકૃતિ સરળતાથી તૈયાર થઈ શકે છે. પેરિસના ‘‘નોટ્રે ડેમ કેથેડ્રલ’’માં આગના બનાવ બાદ તેનું પુનઃ નિર્માણ શક્ય બનવું તે આ ટેક્નોલોજીને જ આભારી છે.વધુમાં લેટેસ્ટ ટેક્નોલોજીથી એકત્રિત કરેલા ડેટાથી ઓગમેન્ટેડરિયાલિટી (છઇ) સાથે માહિતીપ્રદ એપ ( છॅॅ),  વર્ચુઅલરિયાલિટી ( ફઇ)  આધારિત વોકથ્રુએપ (છॅॅ), ૩૬૦ વર્ચુઅલ ટૂર અને હાઈ-ક્વોલિટી વીડિયો આઉટપુટ બનાવવામાં આવશે. પવિત્ર દેવસ્થાનના દર્શન કરી, મંદિરને ૩ડ્ઢ વ્યુમાં નિહાળી શકશે. નવા તૈયાર કરવામાં આવનાર ડિજિટલ પ્રોજેક્ટની માહિતી અને વીડિયોનો લોકો સીધો જ ઉપયોગ કરી શકશે મંદિરની પ્રત્યેક માહિતીથી અવગત થશે. એક ક્લિકથી જ પ્રવાસીઓ તેમના ફોન, ટેબ્લેટ કે લેપટોપનો ઉપયોગ કરીને મંદિર પરિસરને અનોખા સ્વરૂપે જાેઈ શકશે.રાજ્ય સરકાર દર્શનાર્થીઓ માટે એક આગવી થ્રી વે ડિજિટલ વીઆરનું નિર્માણ કરવા જઈ રહી છે. જેમાં એડવાન્સ ટેક્નોલોજી અને પ્રોજેક્ટર્સની મદદથી કોઈપણ વ્યક્તિ સ્વયં સોમનાથ મંદિરષ્પરિસરમાં પ્રવેશ કરી, પોતે ફરી રહ્યો છે તેવી અનુભૂતિ કરી શકશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution