ડભોઇ, તા.૫ 

ડભોઇ શહેર માં બે દિવસમાં બે મોટા મગરઝડપાયાવરસાદ શરૂ થતાં જ જળચર પ્રાણીઓ બહાર આવતા હોય છે હાલ વરસાદી શિઝન ચાલુ થઈ ગઈ છે ત્યારે ડભોઇ પંથક ના જુદા જુદા ગામો માં મગર દેખાવાના શીલશીલા યથાવત છે ગત રોજ કરાલી ગામે થી મહાકાય મગર ને ઝડપયા બાદ આજે ધર્મપૂરી ગામેથી પણ ૧૦ ફૂટનો નર મગર ને વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટ ના યુવાનો એ વન વિભાગ ને સાથે રાખી ઝડપી પાડ્યો હતો.ડભોઇ પંથક ના જુદા જુદા ગામો માં ૧૫ ઉપરાંત મગરો હોવાની વન વિભાગ પાસે થી માહિતી મળી છે. વરસાદ શરૂ થતાં જ મગર અને જળચર પ્રાણીઓ સનબાથ લેવા તળાવ,નદી, ખાબોચીયાની બહાર આવી જતાં હોય છે ગ્રામજનો મગર જોઈ ભય ભીત થતાં હોય છે ત્યારે ડભોઇ તાલુકાનાં કરાલ થી ગત રોજ ૧૧.૫ ફૂટના નર મગરને રેસક્યૂ કર્યા બાદ વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટ ના યુવકો ને સતત્ત બીજા દિવસે ધર્મપૂરી ગામથી ફોન આવેલ કે વન વિભાગની નરસરી નજીક ખાબોચીયામાં મગર છે જે આધારે વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટ ના યુવકો દ્વારા વન વિભાગ ના આર.એફ.ઑ. આર.એમ.વસાવાને સાથે રાખી વન વિભાગને સોપાયો હતો.