લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, ઓગ્સ્ટ 2026 |
1584
સુરતનાં ઉધના વિસ્તારના સંજયનગર ઝૂંપડપટ્ટી નજીક રહેતા અને મજૂરીકામ કરતા એક યુવક તથા ૧૬ વર્ષની સગીરાએ પ્રેમપ્રકરણમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. બંને છેલ્લા બે દિવસથી પોતાના ઘરેથી ગુમ હતા અને પરિવારજનો તેમની શોધખોળ કરી રહ્યા હતા. ગુરુવારે સવારે રામજીનગર સોસાયટી નજીક ખાડી કિનારે આવેલા બીલીપત્રના ઝાડ પર બંનેના મૃતદેહ લટકતી હાલતમાં મળી આવતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ઉધના વિસ્તારમાં આવેલ સંજયનગરની બાજુમાં ઝુપડપટ્ટીમાં રહેતા ૨૩ વર્ષીય જીણ લાલસીંગ સંગાડા અને ૧૬ વર્ષીય સગીરાના પોતાના રહેઠાણથી આશરે ૫૦૦ મીટરના અંતરે આવેલી સમિતિ શાળાની પાછળ મેદાનમાં ઝાડ સાથે આજે સવારે લટકતી હાલતમાં મળી આવ્યા હતા. આ દ્રશ્યો જોઈ ત્યાંથી પસાર થઇ રહેલા બે ત્રણ જણા ચોકી ગયા હતા,બીજી તરફ આ ઘટના અને ખબર પડતા જ સ્થળ પર લોકો દોડી આવ્યા હતા.ઘટના અંગે જાણ કરવામાં આવતા ઉધના પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.પોલીસે ઝાડ પર લટકી રહેલા બન્ને મૃતદેહ નીચે ઉતાર્યા હતા અને પંચનામા સહિતની કાર્યવાહી કર્યા બાદ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં વાયા હતા.એટલું જ આ અંગે ખબર પડતા જ બન્ને પરિવારજનોના પણ ત્યાં દોડી આવ્યા હતા.પ્રાથમિક તપાસમા બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાની માહિતી પોલીસને મળી છે. બંનેએ આપઘાતનું પગલું કયા કારણસર ભર્યું છે તે હાલમાં જાણવા મળ્યું નથી.વધુમાં જાણવા મળ્યું છે મરનાર સગીરાને અન્ય એક બહેન અને એક ભાઈ છે,જ્યારે યુવકને બે ભાઈઓ છે અને તેઓ મજૂરી કરતા હતા.પોલીસે તપાસ હાથ ધરી છે. ઉધના પોલીસ સ્ટેશનના પીઆઇ ઠાકોર સાથે થયેલી વાતચીતમાં તેમને જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બંને વચ્ચે પ્રેમ સંબંધ હતા.બને બે દિવસથી ગુમ હતા પણ પોલીસ સ્ટેશનમાં આ અંગે કોઈ જાણ નહીં હતી.બંને મૃતદેહ એક જ ઝાળની ડાળી પર અલગ અલગ દુપટ્ટા વડે લટકતી હાલતમાં મળી આવ્યા હતાં. પરિવારજનો દ્વારા જાણવા મળ્યું હતું કે બંને મૂળ દાહોદ જિલ્લાના જાલોદના વતની હતા અને આશરે બે મહિના અગાઉ રોજગારી માટે સુરત આવ્યા હતા. બન્ને વચ્ચે પ્રેમ સંબંધો હતા તે અંગે પરિવારજનોને કોઈ જાણ નહીં હોવાનુઁ પણ જાણવા મળ્યું હતું.બંને બે દિવસથી ગુમ હોવાથી પરિવારજનો ચિંતિત બની તેમની શોધખોળ કરી રહ્યા હતા. વતન સુધી બન્નેની ભાળ મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા પણ બને વિષે કોઈ સુરાગ મળ્યું ન હતું,પરિવારજનો દ્વારા શોધખોળ ચાલી રહી હતી આ દરમિયાન આજે સવારે બંનેનાં મૃતદેહ એકસાથે મળી આવતા પરિવારમાં ભારે શોક છવાઈ ગયો હતો.