ભરૂચ, ભરૂચના પશ્ચિમ વિસ્તારોમાં વિકાસ ન થતો હોવાના અનેક વાર આક્ષેપો થતાં હોય છે ત્યારે ભરૂચના વોર્ડ નંબર બે માં ઘાસ મંડળ વિસ્તારમાં કાંસની અધુરી કામગીરીના કારણે સમગ્ર કાંસમાં કચરો ભરાઇ જવાના કારણે સમગ્ર અંડર ગ્રાઉન્ડ લાઇન ચોકઅપ થઇ જતાં ખુલ્લી કાંસનું સમગ્ર પાણી જાહેર માર્ગો ઉપરથી પસાર થતાં ભરશિયાળે લોકો ચોમાસાની ઋતુનો અનુભવ કરી રહ્યા હોય તેવા આક્ષેપો સ્થાનિકોએ કર્યા હતા.  

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર-૨ માં ઘાસ મંડાઈ વિસ્તારમાં ગટર લાઈનની કામગીરી અધૂરી છોડી દેતા છેલ્લા છ મહિનાથી સ્થાનિકો માટે ખુલ્લી કાંસ જીવલેણ સમાન બની ગઈ છે ખુલ્લી કાન્સમાં કેટલાય બાળકો ખાબકી રહ્યા હોવાના આક્ષેપો પણ સ્થાનિકો કર્યા છે છતાં પણ ભરૂચ નગરપાલિકાના વહીવટી તંત્રના પેટનું પાણી નથી હલતું હોવાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે. ખુલ્લી કાંસોની અધૂરી કામગીરીના કારણે કાંસમાં કચરાઓના ખડકલાના કારણે સમગ્ર અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈન પર ચોક્કસ થઇ જવાના કારણે જાહેર માર્ગો ઉપર જ કુંડીઓ ઉભરાઈ રહી છે જેના કારણે વોર્ડ નંબર-૨ માં અધુરી કામગીરીના કારણે વોર્ડ નંબર ૧૦ માં જાહેર માર્ગો ઉપર પણ અત્યારે ચોમાસાની ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે. ગટરનું અત્યંત પ્રદૂષિત પાણી જાહેર માર્ગો ઉપરથી વહે છે.