એડિલેડ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ મેચ એડિલેડમાં ચાલી રહી છે. ભારતે ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં એડિલેડ ખાતે 1 વિકેટે 22 રન કર્યા છે. ચેતેશ્વર પૂજારા અને મયંક અગ્રવાલ ક્રિઝ પર ઊભા છે.ભારતની શરૂઆત નિરાશાજનક રહી. પૃથ્વી શો શૂન્ય રને મિચેલ સ્ટાર્કની બોલિંગમાં બોલ્ડ થયો. સ્ટાર્કે મેચના બીજા જ બોલે ઓસ્ટ્રેલિયાને સફળતા અપાવી. 

ભારતે ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં એડિલેડ ખાતે 3 વિકેટે 133 રન કર્યા છે. અજિંક્ય રહાણે અને વિરાટ કોહલી ક્રિઝ પર ઊભા છે. કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 23મી ફિફટી મારી છે. કાંગારું માટે મિચેલ સ્ટાર્ક, નેથન લાયન અને પેટ કમિન્સે 1-1 વિકેટ લીધી છે. 


ભારતના કપ્તાન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં એડિલેડ ખાતે ટોસ જીતીને બેટિંગ લીધી છે. આ વિદેશમાં ભારતની પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ છે. બીજા ઓપનર તરીકે પૃથ્વી શો, વિકેટકીપર તરીકે રિદ્ધિમાન સાહા અને ત્રીજા પેસર તરીકે ઉમેશ યાદવની પસંદગી કરવામાં આવી છે. 

ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી અને અજિંક્ય રહાણે મિડલ ઓર્ડર સંભાળશે. હનુમા વિહારી નંબર 6 અને રિદ્ધિમાન સાહા વિકેટકીપર તેમજ સાતમા ક્રમે પૂંછડિયા સાથે ઇનિંગ્સને ફિનિશિંગ ટચ આપશે. મોહમ્મદ શમી, ઉમેશ યાદવ અને જસપ્રીત બુમરાહ ફાસ્ટ બોલિંગની જવાબદારી લેશે. રવિચંદ્રન અશ્વિન પોતાના ઓફ-સ્પિનથી ઓસ્ટ્રેલિયાને હેરાન કરશે.