યુએન-

ભારત સંયુક્ત રાષ્ટ્રના એક મહત્વના ઓર્ગેન આર્થિક અને સામાજિક પરિષદ (ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ) માટે પસંદ કરવામાં આવ્યુ છે. આ યુએન પ્રમુખ છ ભાગમાંથી એક છે. ભારતને વર્ષ ૨૦૨૨-૨૦૨૪ માટે પસંદ કરવામાં આવ્યો છે. ભારત હવે તેના ૫૪ સભ્યોમાંથી એક છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત ટીએસ ત્રીમૂર્તિએ તેમાં પસંદગીને લઇને તમામનો આભાર માન્યો છે.

પોતાની એક ટ્‌વીટમાં તેમણે લખ્યુ છે કે તે તે તમામનો આભાર માને છે જેમણે ભારતના પક્ષમાં વોટ આપ્યો, આ પરિષદ સંયુક્ત રાષ્ટ્રના વિવિધ લક્ષ્યોની પ્રાપ્તિ માટે એક મહત્વની ભૂમિકા ભજવે છે. આ સંયુક્ત રાષ્ટ્રનું એક એવુ કેન્દ્ર છે જ્યા ડિબેટ દ્વારા વિચારોની આપ-લે કરવામાં આવે છે કે આગળ વધવા અને યુએનના લક્ષ્યને પૂર્ણ કરવાનો માર્ગ નક્કી કરવામાં આવે છે. આ સંયુક્ત રાષ્ટ્રની બેઠકો અને સમ્મેલોનો માટે પણ ઉત્તરદાયી હોય છે.

સોમવારે યોજાયેલી ચૂંટણીમાં ભારતને આ પરિષદનો સભ્ય એશિયા પ્રશાંત ક્ષેત્ર તરીકે પસંદ કરવામાં આવ્યો છે જેમાં અફઘાનિસ્તાન, કઝાખિસ્તાન અને ઓમાન સામેલ છે. આફ્રિકન દેશોમાંથી મોરેશિયસ, ટ્યૂનેશિયા, તંજાનિયા, એસવાટિની અને કોટ ડી આઇવોરે, પૂર્વી યૂરોપીય દેશમાંથી ક્રોએશિયા, ચેક રિપબ્લિક, દક્ષિણ અમેરિકા અને કેરેબિયન દેશમાંથી બેલ્જી, ચિલી અને પેરૂને તેની માટે પસંદ કરવામાં આવ્યા છે. સોમવારે એક ચૂંટણીમાં જાન્યુઆરીથી ડિસેમ્બર ૨૦૨૨ માટે ગ્રીસ, ન્યૂઝીલેન્ડ, ડેનમાર્ક અને ઇઝરાયલને ૧ જાન્યુઆરી ૨૦૨૨થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૨ સુધી પસંદ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઇએ કે ભારત વર્ષ ૨૦૨૧-૨૨ માટે યૂએન સુરક્ષા પરિષદમાં અસ્થાયી સભ્ય તરીકે પોતાની સેવા આપી રહ્યુ છે. જ્યા સુધી ઇકોસોકની વાત છે તો તમને જણાવી દઇએ કે તેની રચના ૪૫માં કરવામાં આવી હતી. આ યુએનના છ મુખ્ય ભાગમાંથી એક છે, જેના ૫૪ સભ્યોને જનરલ એસેમ્બલી દ્વારા ત્રણ વર્ષ માટે પસંદ કરવામાં આવે છે. ક્ષેત્રિય આધાર પર તેમાં કોઇને સભ્યતા મળે છે. જેવા આફ્રિકન દેશો માટે ૧૪, એશિયન દેશો માટે ૧૧, યુરોપીય દેશો માટે ૬, દક્ષિણ અમેરિકન દેશો માટે ૧૦, કેરેબિયન અને પશ્ચિમી યુરોપ સહિત કેટલાક અન્ય ક્ષેત્રો માટે ૧૩ બેઠક છે.