લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
31, ઓગ્સ્ટ 2026 |
3564
ભારતે આજે ૩૧ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સિંધુ જળ સંધિ પર વર્લ્ડ બેંકની મધ્યસ્થતાવાળી કોર્ટ ઓફ આર્બિટ્રેશન ( (CoA)ના ચુકાદાને ફગાવી દીધો છે. ભારતે કોર્ટને ગેરકાયદે ગણાવતા કહ્યું કે આ મામલે કોઈ પણ સુનાવણી તેના અધિકાર ક્ષેત્રમાં આવતી નથી. વિદેશ મંત્રાલયે નિવેદન બહાર પાડીને કહ્યું કે CoA દ્વારા આપવામાં આવેલા ચુકાદાઓનો ભારતની કાર્યવાહી પર કોઈ પ્રભાવ પડશે નહીં. ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત રાખવાના ર્નિણય યથાવત જ રહેશે.
વિદેશ મંત્રાલયે કોર્ટ ઓફ આર્બિટ્રેશનને સંપૂર્ણપણે ગેરકાયદે ગણાવ્યું છે. ભારતનું કહેવું છે કે વર્લ્ડ બેંકે સિંધુ જળ સંધિના નિયમોનું ઉલ્લંઘન કરીને આ કોર્ટની રચના કરી હતી, તેથી ભારત તેના કોઈ પણ ચુકાદા કે આદેશને સ્વીકારતું નથી. MEA એ કહ્યું, ભારતે આ કોર્ટના કાયદાકીય અસ્તિત્વને ક્યારેય સ્વીકાર્યું નથી. ભારતનું માનવું છે કે તેનું ગઠન જ સિંધુ જળ સંધિનું મોટું ઉલ્લંઘન છે. આ જ કારણે ભારત ન તો ક્યારેય આ કોર્ટ સમક્ષ રજૂ થયું છે અને ન તો તેના કોઈ ચુકાદા પર ધ્યાન આપ્યું છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે આ કોર્ટ પાસે ભારતના સાર્વભૌમત્વ ર્નિણયો પર બોલવાનો કોઈ અધિકાર નથી. MEA એ કહ્યું, કોર્ટના અત્યારના કે ભવિષ્યના કોઈ પણ ચુકાદાની ભારતની પરિયોજનાઓ પર કોઈ અસર પડશે નહીં. CoAના કોઈ પણ આદેશની ભારતની જળ પરિયોજનાઓ પર કોઈ અસર નહીં થાય. સિંધુ જળ સંધિને હાલ પૂરતી સ્થગિત રાખવાનો ભારત સરકારનો ર્નિણય સંપૂર્ણપણે લાગુ રહેશે. કોર્ટ ઓફ આર્બિટ્રેશનએ ચુકાદામાં કહ્યું છે કે સિંધુ જળ સંધિ સંપૂર્ણપણે લાગુ છે અને ભારતે આ હેઠળ જવાબદારીઓનું પાલન કરવું પડશે. જેમાં કહેવામાં આવ્યું કે કોર્ટે ભારત દ્વારા સંધિને સ્થગિત કરવાના કારણોની સમીક્ષા કરી અને દાવો કર્યો કે આ આધાર સંધિને નિલંબિત કે સમાપ્ત કરવા માટે યોગ્ય નથી.