મુંબઇ 

આમિર ખાનની દીકરી ઈરા ખાન છેલ્લા ઘણાં સમયથી ચર્ચામાં છે. તેણે હાલમાં જ તેના ડિપ્રેશનને લઈને ખુલીને વાત કરી હતી. તે પોતાની રિલેશનશિપને લઈને પણ ઓપન રહી છે. ડિસેમ્બર 2019માં તેનું બોયફ્રેન્ડ મિશાલ કૃપલાની સાથે બ્રેકઅપ થઈ ગયું. હવે એવા સમાચાર છે કે, તે ફરી રિલેશનશિપમાં છે. 

ઈરા મિશાલ સાથે 2 વર્ષ સુધી રિલેશનમાં રહી હતી. જે બાદ તેમનું બ્રેકઅપ થઈ ગયું. એક રિપોર્ટ મુજબ ઈરા ખાનને ફરી પ્રેમ થઈ ગયો છે. જોકે, આ વખતે ઈરાને પિતાના એટલે કે આમિર ખાનના ફિટનેસ કોચ નુપુર શિખારેને ડેટ કરી રહી છે. એવું કહેવાય છે કે લોકડાઉન દરમિયાન બંને એકબીજાની નજીક આવ્યા. 


રિપોર્ટ્સ મુજબ, ઈરા નુપુરને તેની માતા રીના દત્તથી મળાવી ચૂકી છે. હાલમાં જ ઈરાએ ટેટૂ બનાવતા શીખ્યું હતું. જેથી પહેલું ટેટૂ તેણે નુપુરના હાથ પર જ બનાવ્યું હતું. તેણે સોશિયલ મીડિયા પર નુપુરનો ટેટૂ બનાવવા બદલ આભાર પણ માન્યો હતો.