જેરુસલેમ-

અમેરિકા-ઈરાન વચ્ચે ૨૦૧૫ના પરમાણુ કરારને પુનઃસ્થાપિત કરવા માટે વાતચીત ચાલી રહી છે. જાે બરાક ઓબામાના સમયે કરવામાં આવેલા પરમાણુ કરારને અમેરિકા ફરી સ્થાપિત કરે છે તો ઈરાનને તમામ આર્થિક પ્રતિબંધોથી મુક્તિ મળી જશે, પરંતુ ઇઝરાઇલના પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહૂએ કહ્યું છે કે ઈરાનને પહોંચી વળવા માટે તે અમેરિકાથી પણ ટકરાઈ શકે છે. નેતન્યાહૂનો દાવો છે કે ઈરાને પોતાના પરમાણુ કાર્યક્રમ પર રોક નથી લગાવી. આથી તે પરમાણુ કરારને લઇને ઈરાન સાથે અમેરિકાની વાતચીતનો વિરોધ કરી રહ્યું છે.

બેન્ઝામિન નેતન્યાહૂએ મંગળવારના કહ્યું કે, તે ઈરાનની પરમાણુ ક્ષમતાને બિનઅસરકારક કરવા માટે અમેરિકાની સાથે તણાવનું જાેખમ લેવા તૈયાર છે. તેમનું કહેવું છે કે પરમાણુ બોમ્બથી સજ્જ ઈરાન ઇઝરાઇલ માટે સૌથી મોટો ખતરો બનેલું છે. તેમણે કહ્યું કે, ઇઝરાઇલ ખુદને આનાથી સુરક્ષિત બનાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. નેતન્યાહૂ ઇઝરાઇલની ખુફિયા એજન્સી મોસાદના નવા પ્રમુખ ડેવિડ બાર્નિયા માટે આયોજિત સમારંભને સંબોધિત કરી રહ્યા હતા. નેતન્યાહૂએ કહ્યું કે, મને આશા છે કે એવું નહીં થાય, પરંતુ જાે અમારે અમારા સૌથી સારા દોસ્ત અમેરિકાની સાથે ઘર્ષણ લેવા અને પોતાના અસ્તિત્વ પર મંડરાઈ રહેલા ખતરાને ખત્મ કરવામાંથી કોઈ એકને પસંદ કરવું પડે તો અમે બીજા વિકલ્પને જ પસંદ કરીશું. તેમણે કહ્યું કે, ઇઝરાઇલ કરાર રોકવાનો સંપૂર્ણ પ્રયત્ન કરશે, ભલે અમેરિકા અને અન્ય દેશ ૨૦૧૫ના ઈરાન પરમાણુ કરારને પુનઃસ્થાપિત કરાવવામાં સફળ થાય. નેતન્યાહૂનું આ નિવેદન ચાલી રહેલી વિયના વાર્તા વચ્ચે આવ્યું છે. ઈરાન અને વિશ્વની ૬ શક્તિઓ એપ્રિલથી વિયનામાં કરાર કરવા ભેગી થઈ છે. તેહરાન અને વોશિંગ્ટન માટે ક્રમશ પરમાણુ ગતિવિધિ અને પ્રતિબંધ પર ઉઠાવવામાં આવનારા પગલાંની શોધ કરવામાં લાગ્યા છે જેનાથી કરાર ફરી સ્થાપિત કરી શકાય છે. અમેરિકન રાષ્ટ્રપતિ જાે બાઇડને પોતાના ચૂંટણી અભિયાન દરમિયાન પણ ઈરાનની સાથે પરમાણુ કરારને પુનઃસ્થાપિત કરવાની વાત કહી હતી.