મુંબઇ 

બોલિવૂડ એક્ટર ફરાઝ ખાન બેંગલુરુની હોસ્પિટલના ICU વોર્ડમાં દાખલ છે અને તેની સ્થિતિ ઘણી જ ગંભીર છે. ફરાઝને બ્રેન ઈન્ફેક્શન તથા ન્યૂમોનિયા થયો છે. પરિવારે આર્થિક મદદ માટે અપીલ કરી હતી. હવે સલમાન ખાન ફરાઝની મદદ માટે આગળ આવ્યો છે. સલમાન ખાને ફરાઝના મેડિકલ બિલના પૈસા ભર્યા છે. આ વાતની માહિતી એક્ટ્રેસ તથા કૃષ્ણા અભિષેકની પત્ની કાશ્મીરા શાહે સોશિયલ મીડિયામાં આપી હતી.

કાશ્મીરાએ કહ્યું હતું, 'સલમાન ખાન તમે સાચે જ મહાન વ્યક્તિ છો. ફરાઝ ખાનની દેખરેખ તથા તેના મેડિકલ બિલ માટે આભાર. એક્ટર ફરાઝ ખાન ક્રિટિકલ પરિસ્થિતિમાં છે અને સલમાન ખાન તેની સાથે ઊભો છે. તે અન્ય લોકોની જેમ મદદ કરે છે તે જ રીતે તે ફરાઝની મદદ કરી રહ્યો છે. હું આજે અને હંમેશાં તેની ચાહક છું. જો લોકોને આ પોસ્ટ પસંદ ના આવે તો મને તેની પરવા નથી. તમારી પાસે મને અનફોલો કરવાનું ઓપ્શન છે. મને લાગે છે કે ઈન્ડસ્ટ્રીમાં હું જેટલા પણ વ્યક્તિઓને મળી છું, તેમાંથી સલમાન ખાન સૌથી સાચો વ્યક્તિ છે.'

એક્ટ્રેસ પૂજા ભટ્ટે ટ્વીટ કરીને કહ્યું હતું, પ્લીઝ શૅર કરો અને શક્ય હોય તો યોગદાન કરો.'

ફરાઝના ફેમિલી મેમ્બર્સ ફહાદ અબાઉશર તથા અહદમ શમૂને એક ફંડ રાઈઝર વેબસાઈટના માધ્યમથી આર્થિક મદદની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું, 'મારો પ્રિય ભાઈ, મિત્ર તથા પ્રેમાળ કલાકાર આજે જીવન-મોતની વચ્ચે છે. તેણે અનેક વર્ષો કળા જગતને આપ્યા છે અને કેમેરાની સામે બેસ્ટ આપવાનો પ્રયાસ કર્યો છે, જોકે, આજે તેને તમારી મદદની જરૂર છે. મહેરબાની કરીને ફરાઝની સારવાર માટે પૂરતા પૈસા ભેગા કરવામાં અમારી મદદ કરો.'