મુંબઇ 

સપના ચૌધરી, જે હરિયાણવી સિંગર, ડાન્સર અને બિગ બોસની મજબૂત દાવેદાર હતી, સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તાજેતરમાં જ સપનાએ પતિ વીર સાહુ સાથે કરવાચૌથ પર કેટલીક તસવીરો શેર કરી હતી. જેને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ સાથે જ ફરી એક વખત સપનાએ પોતાની શૈલીથી ચાહકોનું દિલ જીતી લીધું છે. ખરેખર સપનાએ તેના ગ્લેમરસ ફોટોશૂટની કેટલીક તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

સપના ચૌધરી તેના હાલના લુકમાં ખૂબ જ શાનદાર લાગી રહી છે. તેણીએ હોઠ પર સફેદ પેન્ટ-સ્યુટ સાથે લીલી સ્પાર્કલ લિપસ્ટિક લગાવી છે. આ તસવીરોમાં સપના એકદમ ફિટ અને સુંદર લાગી રહી છે. સપનાની આ પોસ્ટ પર ચાહકો પણ ટિપ્પણી કરી રહ્યા છે. ઘણા લોકોને સપનાનું આ ફોટોશૂટ ખૂબ ગમ્યું, તો કોઈએ સપનાના આ ફોટોશૂટની મજાક પણ ઉડાવી.