મુંબઇ

બિગ બોસ 14 બાદ સિંગર રાહુલ વૈદ્યની પોપ્યુલારિટીમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. તે શો તો ન જીતી શક્યો પરંતુ રનર-અપ જરૂરથી બન્યો. રાહુલ વૈદ્ય ભલે ઈનામી રકમ ન જીત્યો પરંતુ સોશિયલ મીડિયા પર ખાસ્સા ફેન ફોલોઈંગ બનાવ્યા જે તેને અવારનવાર ટ્રેન્ડ કરતાં રહે છે. રાહુલ પણ ફેન્સ સાથે તેના વીડિયો અને તસવીરો શેર કરતો રહે છે. હાલમાં, તેણે ભેટમાં મળેલી ઈ-બાઈક પર હાથ અજમાવતી કેટલીક તસવીરો શેર કરી હતી. આ ઈ-બાઈક તેને બીજા કોઈએ નહીં પરંતુ સલમાન ખાને ભેટમાં આપી હતી.


સોશિયલ મીડિયા હેન્ડલ પર રાહુલ વૈદ્યએ કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે ઈ-બાઈક પર બેસીને પોઝ આપી રહ્યો છે. કેપ્શનમાં તેણે ઉલ્લેખ કર્યો છે કે, આખરે તેને આ ઈ-બાઈક ચલાવવાનો સમય મળ્યો અને આ ગિફ્ટ તેને દબંગ ખાને આપી હોવાનું પણ જણાવ્યું છે. રાહુલે લખ્યું છે કે, 'આખરે @beingsalmankhan દ્વારા મળેલી બિંઈંગ હ્યુમન ઈ-બાઈક પર હાથ અજમાવવાનો સમય મળી ગયો. મને આઉટડોર રહેવાનું અને કાર્ડિયો કરવાનું ગમે છે તેથી આ અનુભવ અદ્દભુત છે ����✌�� #cycling #ebikes #outdoors #rahulvaidya'.

તસવીરોમાં રાહુલ વ્હાઈટ સ્પોર્ટ્સ શૂઝ, બ્લેક શોર્ટ્સ, પ્રિન્ટેડ વ્હાઈટ ટી-શર્ટ અને ગોગલ્સમાં જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, સલમાન ખાને બિગ બોસ 14ની વિનર રુબિના દિલાક અને રનર-અપ રાહુલ વૈદ્યને ઈ-બાઈક ગિફ્ટમાં આપવાનું વચન આપ્યું હતું. સ્પષ્ટ છે કે, સલમાન ખાન તરફથી આ ગિફ્ટ મળતા રાહુલ ખુશ છે અને તે તરત જ રાઈડ માટે નીકળ્યો હતો. રાહુલ વૈદ્યની આ તસવીરો પર ફેન્સ કોમેન્ટ પણ ખૂબ કરી રહ્યા છે.

બિગ બોસ 14ના ઘરમાં રાહુલ વૈદ્યની જર્ની સારી રહી. શરૂઆતમાં સિંગર શોમાંથી બહાર થયો હતો. જો કે, એકવાર કમબેક કર્યા બાદ તેણે પાછા વળીને જોયું નહોતું. તે મજબૂત કન્ટેસ્ટન્ટ બનીને બહાર આવ્યો હતો અને લોકોને પણ તેની ગેમ ગમી હતી.