મુંબઈ-

બોલિવૂડ એક્ટ્રેસ જીયા ખાને આત્મહત્યા કરી ત્યારે બધા ચોંકી ગયા હતા. અભિનેત્રી જીયા ખાનના નિધનને હવે ૮ વર્ષથી વધુ સમય વીતી ચૂક્યો છે. આવી સ્થિતિમાં જિયા ખાન આત્મહત્યા કેસમાં હવે એક નવો વળાંક આવ્યો છે. હવે આ કેસની સુનાવણી વિશેષ સીબીઆઈ કોર્ટમાં થશે. જિયાના મૃત્યુ પછી ઘણા સવાલો ઉભા થયા હતા, અને અભિનેત્રી સૂરજ પંચોલી ઉપર પણ અનેક પ્રકારનાં આક્ષેપો થયા હતા.

હવે સેશન્સ કોર્ટે જે અભિનેત્રીના કથિત બોયફ્રેન્ડ અને અભિનેતા સૂરજ પંચોલી પર ઉક્સાવવાના આરોપમાં ટ્રાયલ ચાલી રહ્યું હતું, તેણે કહ્યું કે સુનાવણી સીબીઆઈ કોર્ટમાં ટ્રાન્સફર થવી જોઈએ.

કોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે હાલના કેસમાં તપાસ સીબીઆઈ/એસસીબી ચલાવી રહી છે અને તેણે પૂરક ચાર્જશીટ ફાઇલ કરી છે, આવા કેસોમાં સીબીઆઈ ખાસ કરીને આવા કેસની તપાસ કરે છે. મને લાગે છે કે તે જરૂરી છે કે આ કેસ સીબીઆઈ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે. સમાચાર અનુસાર હવે કોર્ટના મુખ્ય ન્યાયાધીશ આ કેસ સીબીઆઈ કોર્ટને સોંપશે.

જીઆહ ખાન જ્યારે અવસાન પામી ત્યારે તે ફક્ત ૨૫ વર્ષની હતી. જિયા ખાન ૩ જૂન ૨૦૧૩ ના રોજ મુંબઈમાં તેના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવી હતી. અભિનેત્રીના મૃત્યુ બાદ તેની માતાએ કહ્યું હતું કે આ આત્મહત્યા નથી પણ હત્યા છે. જિયાના મૃત્યુ પર અભિનેત્રીના બોયફ્રેન્ડ અને અભિનેતા સૂરજ પંચોલીને આરોપી તરીકે આરોપી બનાવવામાં આવ્યા હતા.

આ કેસમાં ૧૦ જૂન, ૨૦૧૩ ના રોજ સુરજની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ જુલાઈમાં જામીન મળી ગયો હતો. સૂરજની કલમ ૩૦૬ (આત્મહત્યા માટે ઉશ્કેરવું) હેઠળ હજુ સુનાવણી ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે હવે ૮ વર્ષ બાદ સીબીઆઈ કોર્ટે આ પેન્ડિંગ કેસની સુનાવણી કરવાનો ર્નિણય કર્યો છે. જ્યારે આ કેસમાં નવો વળાંક આવ્યો છે, ત્યારે જોવાનું રહેશે કે આ સૂરજ પંચોલીને રાહત આપે છે કે તેની મુશ્કેલીઓ વધારે છે.