મુંબઇ

બોલિવૂડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિતે તેમના ઇન્સ્ટાગ્રામ પરથી ઘણા ખાસ વીડિયો શેર કર્યા છે. આ વીડિયોમાં માધુરી દીક્ષિત પીઢ અભિનેત્રી વહિદા રહેમાન, આશા પારેખ અને હેલેનના પ્રખ્યાત ગીતો પર શાનદાર પ્રદર્શન કરતી જોવા મળી રહી છે. માધુરી દીક્ષિતે વીડિયો શેર કર્યો છે તે ટીવી રિયાલિટી શો ડાન્સ દિવાના 3 ના સેટનો છે. જ્યાં તાજેતરમાં આ તમામ કલાકારો મહેમાન તરીકે શોનો ભાગ બન્યા હતા.

આ ત્રણેય અભિનેત્રીઓએ આ શો ખૂબ જ એન્જોય કર્યો હતો. માધુરી દીક્ષિત પણ તેમની મસ્તીમાં જોડાઈ છે અને દર્શકોનું દિલ જીતી લીધી છે. આ ત્રણેય સાથે પર્ફોમ કરતાં માધુરીએ વીડિયો શેર કર્યો છે. નોંધનીય છે કે ડાન્સ દિવાને 3 ની આગામી એપિસોડ હોળી સ્પેશ્યલ હશે. આ હોળીના ખાસ શોમાં વહિદા રેહમાન, આશા પારેખ અને હેલેન તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક અનકહી વાતો શેર કરશે.


અચ્છા તો હમ ચલતે હૈ

માધુરી દીક્ષિતે પહેલો વીડિયો આશા પારેખ સાથે શેર કર્યો છે. આ વીડિયોમાં તે આશા પારેખ સાથે ફિલ્મ ‘આન મિલો સજના’ના લોકપ્રિય ગીત’ અચ્છા તો હમ ચલતે હૈ ‘પર પરફોર્મ કરી રહી છે.


પાન ખાય સૈયા

તેમણે બીજા વીડિયોમાં માધુરી દીક્ષિતએ વહિદા રહેમાન સાથે બીજા વીડિયો શેર કર્યો છે તેમા તે વહિદા રહેમાન સાથે ફિલ્મ ‘તીસરી કસમ’ના ગીત ‘પાન ખાય સૈયા’ પર પરફોર્મ કરતી જોવા મળી રહ્યા છે.


મુંગડા

ત્રીજા વીડિયોમાં માધુરી દીક્ષિત હેલેનની સાથે જોવા મળી રહી છે. આ વીડિયોમાં બંને મુંગડા ગીત પર પરફોર્મ કરી રહ્યા છે. મુંગડા ગીત ફિલ્મ ઇન્કારનું પ્રખ્યાત ગીત છે.

ગીતના બોલ પર અભિવ્યક્તિ

આ ત્રણેય વીડિયોની સૌથી ખાસ વાત એ છે કે આ ચારે ખુરશી પર બેઠા છે અને તેના પર પરફોર્મ કરતી જોવા મળી રહ્યા છે. તે જ સમયે, બધા ગીતોના શબ્દો પર તેમની અભિવ્યક્તિ એટલી આશ્ચર્યજનક છે કે તમને વીડિયોને ફરીથી જોવા મજબુર થઈ જશો. જ્યારે વહિદા, આશા અને હેલેનનો ચહેરો તાજગી અને અભિવ્યક્તિને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ દિવાના થઈ રહ્યા છે. માધુરીએ શેર કરેલા આ તમામ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

ડાંસ દીવાને 3 શોનાં દર્શકોને એક થી એક ચડિયાતી પરફોર્મન્સ જોવા મળી રહી છે, આ શો માધુરી દીક્ષિત, ધર્મેશ અને તુષાર કાલિયા દ્વારા જજ કરવામાં આવી રહ્યો છે. ટીવીનો જાણીતો ડાન્સર રાઘવ ડાન્સ દિવાને 3 હોસ્ટ કરી રહ્યો છે.