મુંબઈ

સોનુ સૂદ સમગ્ર દેશના વિદ્યાર્થીઓના સપોર્ટમાં આવી ગયો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો દ્વારા સોનુ પરીક્ષાઓ રદ કરવાની માગ કરી રહ્યો છે. સોનુનો આ વીડિયો તે વિદ્યાર્થીઓ માટે લાઈફ સપોર્ટની જેમ સામે આવ્યો છે. સોનુએ કહ્યું, હું બધાને પ્રાર્થના કરું છું વિદ્યાર્થીઓનો સપોર્ટ કરો જે આ મુશ્કેલ સમયમાં પરીક્ષામાં બેસવા માટે મજબૂર છે.

સોનુએ કહ્યું, આપણા દેશમાં બોર્ડ એક્ઝામ થઈ રહી છે, મને નથી લાગતું કે આપણા દેશની સિસ્ટમ અથવા વિદ્યાર્થીઓ આ સમયે એક્ઝામ માટે તૈયાર હોય. દેશમાં એક લાખ ૩૫ હજાર કેસ છે, ત્યાર બાદ મને નથી લાગતું કે ઓફલાઈન એક્ઝામ આ સમયે કરવી યોગ્ય રહેશે. હું ઈચ્છું છું કે દરેક લોકો તેમના સપોર્ટમાં આવે, જેથી યોગ્ય સમય આવવા પર એક્ઝામ થઈ શકે અને લાખો લોકોના જીવનું જાેખમ ટાળી શકાય.

તાજેતરમાં સોનુ સુદે અમૃતસરમાં કોવિડ-૧૯ વેક્સિન લીધી છે. તેમણે ‘સંજીવનીઃ એ શોર્ટ ઓફ લાઈફ’ વેક્સિન ડ્રાઈવની પણ શરૂઆત કરી. તેના કામની વાત કરીએ તો આ દિવસોમાં સોનુ સુદ પોતાની આગામી ફિલ્મના શૂટિંગમાં પણ વ્યસ્ત છે.

સોનુનું કામ અને પંજાબથી શરૂ કરવામાં આવેલી આ પહેલા બાદ પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જાહેરાત કરી. તેમણે કહ્યું- ‘પરોપકારી અભિનેતા સોનુ સૂદને પંજાબ સરકાર દ્વારા કોરોના વેક્સિનેશન ડ્રાઈવ માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. હું આ માટે તેમને અભિનંદન આપું છું.’ સોનુ સુદના બ્રાન્ડ એમ્બેસડર બનવાથી કોરોનાવેક્સિનેશનને લઈને વધારે જાગૃતા આવશે. હું રાજ્યના તમામ લોકોને અપીલ કરું છું કે વહેલી તકે તેઓ વેક્સિન લઈ લે.