મુંબઇ-

સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે ડ્રગ્સ એંગલના તાર બોલીવુડના મોટા નામો સાથે જાેડાઈ રહ્યાં છે. આ મામલે તપાસ કરી રહેલ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો સતત નવા ખુલાસા કરી રહયુ છે. સૂત્રોનું કહેવું છે કે, સારા અલી ખાન, દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર અને રકૂલ પ્રીત સિંહ બાદ હવે કરણ જાેહરનો નંબર છે. એનસીબી તેને કોઇપણ સમયે સમન્સ મોકલી શકે છે. કરણ જાેહરને ૨૦૧૯માં સામે આવેલો એક વીડિયો વિશે પૂછપરછ કરવા બોલાવી શકે છે. 

એનસીબીના સૂત્રોએ ખુલાસો કર્યો છે કે, રકૂલ પ્રીતની પૂછપરછ દરમિયાન ૨૦૧૯માં કરણ જાેહરની પાર્ટી વિશે કેટલીક જાણકારી મળી છે. ત્યારબાદ કેપીએસ મલ્હોત્રાની પૂછપરછ કરવા માટે એનસીબી ઝોનલ ઓફિસ પહોંચી. હવે કેપીએસ મલ્હોત્રા અને સમીર વાનખેડે વીડિયો પર રકુલ પ્રીત સિંહ અને ધર્મા પ્રોડક્શનના એક્ઝીક્યુટીવ પ્રોડ્યૂસર ક્ષિતિજ પ્રસાદની પૂછપરછ કરી રહ્યાં છે. સૂત્રોનું માનીએ તો એનસીબીને કેટલાક મહત્વના પુરાવા હાથ લાગ્યા છે. જેના અનુસાર ક્ષિતિજ પ્રસાદ કેટલાક ડ્રગ્સ પેડલર્સની સાથે કોન્ટેક્ટમાં હતા. જણાવવામાં આવી રહ્યુ છે કે, ક્ષિતિજ કરણ જાેહરની ખુબજ નજીક છે.

કરણ જાેહરના ઘર વર્ષ ૨૦૧૯માં એક પાર્ટી થઇ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોને લઇને ફરિયાદ મળ્યા બાદ મુંબઇ એનસીપીની ટીમ વીડિયોને લઇને ડ્રગ્સ મામલે તપાસ કરી રહી છે. આ વીડિયોમાં કરણ જાેહર ઉપરાંત દીપિકા પાદુકોણ, મલાઇકા અરોરા, રણબીર કપૂર, વરૂણ ધવન, શાહિદ કપૂર અને વિકી કૌશલ સહિત કેટલાક કલાકારો હજાર હતા.