સુશાંતસિંહ રાજપુતની મોતના કેસમાં સીબીઆઈએ ગુરૂવારે તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિક ચક્રવર્તી સહિત છ લોકો વિરૂદ્ધ એફઆઈઆર નોંધી છે. અન્ય આરોપીઓમાં ઈન્દ્રજીત ચક્રવર્તી, સંધ્યા ચક્રવર્તી, સેમ્યુઅલ મિરાંડા, શ્રૂતિ મોદીનો સમાવેશ થાય છે. અગાઉ સીબીઆઈએ કહ્યું હતું કે, ભારત સરકારની મંજૂરી મળ્યા પછી સુશાંતસિંહ રાજપુતની મોતના કેસમાં સીબીઆઈએ કેસ નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે.

આ અંગે તેણે બિહાર પોલીસનો સંપર્ક કર્યો છે. સીબીઆઈએ આ કેસની તપાસ માટે વિશેષ ટીમની રચના પણ કરી દીધી છે, જેમાં ગુજરાત કેડરના બે અિધકારીઓનો સમાવેશ કરાયો છે. સુશાંત કેસમાં સીબીઆઈ તપાસની બિહાર સરકારની ભલામણ પછી કેન્દ્ર સરકારની મંજૂરી મળતાં સીબીઆઈએ તુરંત કાર્યવાહી કરી હતી અને આ કેસની તપાસ માટે એક વિશેષ ટીમની રચના કરી દીધી હતી. 

આ કેસ એ જ ટીમને સોંપાયો છે, જે હાલમાં ઓગસ્ટા વેસ્ટલેન્ડ કેસની તપાસ કરી રહી છે અને જેણે વિજય માલ્યાના બેન્ક ફ્રોડની તપાસ કરી હતી. આ કેસના તપાસ અિધકારી તરીકે પોલીસ સુપરીન્ટેન્ડેન્ટ નુપુર પ્રસાદની નિમણૂક કરાઈ છે. આ આ કેસની તપાસ ગુજરાત કેડરના બે વરિષ્ઠ આઈપીએસ અિધકારી સંયુક્ત ડિરેક્ટર મનોજ શશિધરની આગેવાનીમાં અને ડીઆઈજી ગગનદીપ ગંભીરની દેખરેખમાં થશે.