શ્વેતા તિવારીની પુત્રી પલકની બોલિવૂડ ડેબ્યૂની રાહ જોતા ચાહકો માટે મોટા સમાચાર જાહેર કરવામાં આવ્યા છે. આખરે પલકની પહેલી ફિલ્મ આવી રહી છે. પલક તિવારીની ફિલ્મનો ફર્સ્ટ લુક પણ આ ફિલ્મમાંથી રિલીઝ કરવામાં આવ્યો છે.

પલક તિવારી 'રોઝી: ધ સેફરન ચેપ્ટર' ફિલ્મથી ડેબ્યૂ કરવા જઇ રહી છે. વિવેક ઓબેરોયે પલક તિવારીને લોન્ચ કરતા લખ્યું - આ અમારી મિસ્ટ્રી ગર્લ છે, પલક તિવારીને અમે રોઝીની ભૂમિકામાં લોન્ચ કરીને ખુશ છીએ. આપણી હોરર રોમાંચક ફ્રેન્ચાઇઝ ગુરુગ્રામની સાચી વાર્તાઓ પર આધારિત છે. તેનું દિગ્દર્શન વિશાલ મિશ્રાએ કર્યું છે. ફિલ્મના નિર્માતાઓમાં વિવેક ઓબેરોય પણ શામેલ છે. ફિલ્મનું નામ રોઝી છે અને પલકની ભૂમિકાનું નામ પણ રોઝી છે.

ઘણા સમયથી એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે, શ્વેતા તિવારીની પુત્રી જલ્દીથી ફિલ્મોમાં ડેબ્યુ કરશે. એકતા કપૂરની સિરિયલમાં લેવાને લઈને પણ ચર્ચા ચાલી હતી. જોકે , તે સમયે શ્વેતાએ આ ચર્ચાને હવા આપી ન હતી. શ્વેતા તિવારીની પુત્રી માટે ચાહકોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. પલકને વિવેક ઓબેરોય લોન્ચ કરવા જઇ રહ્યો છે.

વિવેક ઓબેરોયે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું- ' યે હૈ અમારી મિસ્ટ્રી ગર્લ , પલક તિવારીને રોઝીના રોલમાં લોંચ કરી ખુશ થઇ રહી છે. આપણી હોરર રોમાંચક ફ્રે ન્ચાઇઝ ગુરુગ્રામની સાચી વાર્તાઓ પર આધારિત છે. તેનું દિગ્દર્શન વિશાલ મિશ્રાએ કર્યું છે. ફિલ્મના નિર્માતાઓમાં વિવેક ઓબેરોય પણ શામેલ છે. ફિલ્મનું નામ રોઝી છે અને પલકની ભૂમિકાનું નામ પણ છે.