/
ફક્ત લગ્ન કરવા માટે ધર્મ પરિવર્તન કરવું ખોટુંઃ અલ્લાહાબાદ હાઈકોર્ટ

અલ્હાબાદ-

અલ્હાબાદ હાઈકોર્ટે એવી ટીપ્પણી કરી કે અકબર-જાેધાબાઈના લગ્નને ધ્યાનમાં રાખીને બધાએ ધર્મપરિવર્તનની બિન જરુરી ઘટનાઓથી બચવું જાેઈએ. આ ટીપ્પણીમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો કે અકબર-જાેધાબાઈએ ધર્મ પરિવર્તન કર્યા વગર લગ્ન કર્યાં અને એકબીજાનું સમ્માન કર્યું અને એકબીજાની ધાર્મિક ભાવનાઓનો પણ આદર કર્યો હતો. બન્ને વચ્ચેના સંબંધોમાં ક્યારેક પણ ધર્મ આડે આવ્યો નથી.

હાઈકોર્ટે જણાવ્યું કે ઈશ્વર પ્રત્યે કોઈ આસ્થા દેખાડવા માટે કોઈ વિશેષ પૂજા પદ્ધતિ હોવી જરુરી નથી. વિવાહ કરવા માટે સમાન ધર્મોનું હોવું પણ જરાય જરુરી નથી. તેથી ફક્ત લગ્ન કરવા ધર્મ પરિવર્તન કરવું સંપૂર્ણપણે ખોટું છે.હાઈકોર્ટે તેના ચુકાદામાં કહ્યું કે અંગત લાભ માટે કરવામાં આવેલું ધર્મ પરિવર્તન, ફક્ત વ્યક્તિગત રીતે જ નુકશાન પહોચાડતું નથી પરંતુ તે દેશ અને સમાજ માટે પણ ખતરનાક બને છે. આ પ્રકારના ધર્મ પરિવર્તનની ઘટનાઓથી ધર્મના ઠેકેદારોને તાકાત મળે છે અને વિભાજીકારી શક્તિઓને પ્રોત્સાહન મળે છે. યુપીના એટા જિલ્લામાં જાવેદ નામના છોકરાએ હિંદુ છોકરીને લાલચ આપીને લગ્ન કર્યાં હતા. ત્યાર બાદ જાવેદ તેની પત્ની પર ધર્મ પરિવર્તનનું દબાણ કર્યું હતું. ધર્મ પરિવર્તનના એક અઠવાડિયા બાદ લગ્ન થયા હતા. પરંતુ પાછળથી છોકરીએ મેજિસ્ટ્રેટની સામે જાવેદ પર છેતરપિંડનો આરોપ લગાવીને તેનું વિરૃદ્ધ નિવેદન આપ્યું હતું. છોકરીના નિવેદનને આધારે જાવેદથી ધરપકડ કરાઈ હતી અને તેને જેલભેગો કરી દેવાયો હતો. કોર્ટે જાવેદની જામીન અરજી પણ ફગાવી દીધી હતી.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution