ઉત્તર પ્રદેશ-

પ્રેમી સાથે મળીને પોતાના પરિવારના સાત સભ્યોની હત્યા કરનારી શબનમને સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. અમરોહાની રહેવાસી શબનમને રામપુર જિલ્લાની જેલથી બરેલી જિલ્લાની જેલમાં લાવવામાં આવી છે. બરેલી જિલ્લાની જેલના સુપરિન્ટેન્ડેન્ટ વી. પી. સિંહે શબનમને અહીં લાવવાની પુષ્ટિ કરી છે. આ અંગે મળતી માહિતી અનુસાર, રામપુર જેલથી શબનમની એક તસવીર વાયરલ થયા બાદ તંત્રએ આ નિર્ણય લીધો હતો. જેલ તંત્રએ શબનમની તસવીર ખેંચવા અને વાયરલ કરનારા કેપ્ટિવ ગાર્ડને સોમવારે સસ્પેન્ડ કરી દીધા છે. વાયરલ તસવીર અંગે જેલ તંત્રએ જણાવ્યું કે, આ ફોટો શબનમનો નથી અને 26 જાન્યુઆરીએ આ ખેંચવામાં આવી હતી. બીજી તરફ રામપુર જિલ્લા જેલના સુપરિન્ટેન્ડેન્ટ પી. ડી. સલોનિયાએ જણાવ્યું કે, રામપુર જિલ્લાથી શબનમની તસવીર વાયરલ મામલામાં તપાસ દરમિયાન કેપ્ટિવ ગાર્ડ દોષી જાહેર થયા હોવાથી તેમને સસ્પેન્ડ કરાયા છે. આ બંને સસ્પેન્ડેડ અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.