મુંબઇ 

બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરની અપકમિંગ ફિલ્મ 'જર્સી'નું ચંદીગઢ શિડ્યૂઅલ ખેડૂત આંદોલનને કારણે અટવાઈ પડ્યું છે. કસૌલી તથા દેહરાદૂન જતા પહેલાં 'જર્સી'ની ટીમે નોર્થ ઈન્ડિયન સિટીમાં આ સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મના મહત્ત્વના હિસ્સાનું શૂટિંગ કરવાનું હતું. 

રિપોર્ટ પ્રમાણે, ચંદીગઢમાં ફિલ્મના કેટલાંક દિવસોનું શૂટિંગ બાકી રહી ગયું છે. મેકર્સને લાગે છે કે ખેડૂત આંદોલનને કારણે હવે અહીંયા શૂટિંગ પૂરું કરવું મુશ્કેલ છે. આ જ કારણે ટીમે પોતાનો પ્લાન ચેન્જ કર્યો અને ગયા અઠવાડિયે જ દેહરાદૂન પહોંચી ગયા.

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે શાહિદ, મૃણાલ ઠાકુર તથા ફિલ્મની પૂરા કાસ્ટ થોડાં દિવસો ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં ફિલ્મના કેટલાંક હિસ્સાનું શૂટિંગ કરશે. ત્યારબાદ ચંદીગઢ પરત ફરશે. અહીંયા ત્રણ દિવસનું શૂટિંગ બાકી છે.

ઉલ્લેખનીય છે કે ફિલ્મ 'જર્સી' તેલુગુ ફિલ્મની ઓફિશિયલ રીમેક છે. ફિલ્મમાં શાહિદ કપૂર ક્રિકેટરના રોલમાં જોવા મળશે. શાહિદ ઉપરાંત ફિલ્મમાં મૃણાલ ઠાકુર તથા પંકજ કપૂર પણ મહત્ત્વની ભૂમિકામાં છે. ફિલ્મના પ્રોડ્યૂસર અમન ગિલ, દિલ રાજુ તથા અલ્લુ અરવિંદ છે. ફિલ્મને ગૌતમ ડિરેક્ટ કરશે. ફિલ્મ ક્યારે રિલીઝ થશે તે અંગેની કોઈ જાહેરાત કરવામાં આવી નથી.