મુંબઈ  

કાજોલની 'ત્રિભંગા' જાન્યુઆરીમાં ઓનલાઈન રિલીઝ થવાની છે. આ ફિલ્મને રેણુકા શહાણેએ ડિરેકટ કરી છે. આ ફિલ્મમાં કાજોલની સાથે તન્વી આઝમી અને મિથિલા પાર્કર પણ જોવા મળશે. કાજોલ ઈન્સ્ટા લાઈવમાં તેના ફેન્સને જણાવ્યું હતું કે તે ખૂબ જ ઉત્સાહથી 2020 પુરું થાય અને 2021ની શરૂઆત થાય એની રાહ જોઈ રહી છે. ફેન્સે તેને તેની આવનારી ફિલ્મ વિશે સવાલ પૂછયા હતા. એનો જવાબ આપતાં કાજોલે કહ્યું હતું કે 'મારી આગામી ફિલ્મ 'ત્રિભંગા' જાન્યુઆરીમાં રિલીઝ થવાની છે. એમાં 3 મહિલાઓની સ્ટોરી પર પ્રકાશ પાડવામાં આવશે. આ ફિલ્મ કરતી વખતે મને ખૂબ સારો અનુભવ મળ્યો હતો. રેણુકા પ્રશંસનીય ડિરેકટર છે. એથી તમને સૌને આ ફિલ્મ દેખાડવા માટે હું આતુર છું. આશા રાખું છું કે ફેબ્રુઆરીમાં મારી પાસે તમારા માટે કહેવા માટે કંઈક ખાસ હશે. એને લઈને ખૂબ એકસાઈટેડ છું.'