દિલ્હી-

કેરેબિયન દેશ હૈતીના રાષ્ટ્રપતિ જોવેનેલ મોસેની તેમના ઘરમાં જ કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. હુમલામાં તેમની પત્ની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. હૈતીના પ્રધાનમંત્રીએ ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું કે, રાષ્ટ્રપતિ મોસેની તેમના ઘરમાં હત્યા કરી દેવામાં આવી છે.

કાર્યકારી વડાપ્રધાન ક્લાઉડે જોસેફે કહ્યું છે કે બુધવારે સવારે આ જીવલેણ હુમલો થયો હતો. કેટલાક અજાણ્યા લોકો રાષ્ટ્રપતિના ખાનગી નિવાસસ્થાને ગયા અને તેમના પર હુમલો કર્યો. જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમાંના કેટલાક અજાણ્યા લોકો સ્પેનિશ બોલતા હતા.જોસેફે જણાવ્યું કે રાષ્ટ્રપતિના પત્નીને પણ ગોળી વાગી હતી, પરંતુ આ હુમલામાં તેમનો જીવ બચી ગયો હતો. વડાપ્રધાને આ હુમલાની નિંદા કરી છે અને કહ્યુ કે, તે ઘૃણાસ્પદ અને અમાનુષી કૃત્ય હતું. આ સાથે લોકોને સંયમ જાળવવા અપીલ કરવામાં આવી છે. આ ઘટના બાદ દેશભરના લોકો સોશિયલ મીડિયા પર મોઇસને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. અધિકારીઓ કહે છે કે પ્રથમ મહિલા હાલમાં હોસ્પિટલમાં દાખલ છે. દેશમાં રાજકીય અસ્થિરતાની સ્થિતિ વચ્ચે આ હત્યા થઈ છે.