ભુજ-

દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ની પ્રાકૃતિક પેદાશોના વેચાણ માટે સરકારશ્રી ના નવીન અભિગમ અન્વયે તા. ૨૫ ડિસેમ્બરના ના રોજ મિસ્ત્રી સમાજવાડી અંજાર તા. અંજાર, તથા તા. ૨૬ ડિસેમ્બર થી તા. ૩૧ ડિસેમ્બર સુધી હોટલ પ્રિન્સ રેસીડેન્સી ની સામે નું ગ્રાઉન્ડ, ભુજ - માંડવી રોડ - ભુજ ખાતે આયોજિત અમૃત આહાર મહોત્સવમાં વિવિધ વેચાણ સ્ટોલ પ્રદશિત કરાશે. રાજ્યમાં પ્રાકૃતિક ખેતી વધે તથા ખેતીખર્ચમાં ઘટાડો થાય ઉત્પાદનમાં વધારો થાય તથા ખેડૂતો આવક બમણી થાય તે માટે સરકારશ્રી દ્વારા પ્રાકૃતિક કૃષિ અભિયાન હાથ ધરવામાં આવેલ છે. પ્રાકૃતિક કૃષિની ખેતપેદાશો ઉત્પાદિત કરતા ખેડૂતો ને પ્રોત્સાહન મળે તથા માર્કેટ - વેચાણ વ્યવસ્થા ઊભી થાય અને ગ્રાહકોને ઝેરમુક્ત શાકભાજી, અનાજ તથા આની કૃષિ સંલગ્ન ખાધી પેદાશો મળી રહે તેવા ઉમદા હેતુથી કચ્છ જિલ્લામાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનોખા અમૃત મહોત્સવનું આયોજન કરાયું છે. અમૃત આહાર મહોત્સવ કચ્છ જિલ્લાના દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પોતાની પ્રાકૃતિક પેદાશો જેવી કે શાકભાજી, વિવિધ મસાલા પાકોની પેદાશો, બાજરી, ઘઉં જેવા ધાન્ય તથા કઠોળ પાકોની પેદાશો, મગફળી તેલ સહિતના સ્ટોલમાં વેચાણ માટે પ્રદશિત થનાર છે જેનો કચ્છ જિલ્લાના ખેડુતોને સદર સ્ટોલની મુલાકાત લેવા પ્રોજેકટ ડાયરેકટર, આત્મા-કચ્છ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.