લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, સપ્ટેમ્બર 2026 |
4851
ગત રોજ જન્માષ્ટમી ના દિવસે ડાકોર મંદિર દ્વારા ખુબ સારી સગવડ દર્શનાર્થીઓ માટે અને અને બોડાણાજી ના સર્કલ થી મંદિરચોક સુધી આળબંધ મારી ને દર્શનાર્થીઓને દર્શન મા મોકલવામાં આવ્યા હતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત મંદિર ની ચારેબાજુ ગોઠવવામા આવ્યો હતો અને ટાવરચોક પાસે ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા એલીડી સ્ક્રીન ખુબ મોટી સાઈઝ મા મુકવામાં આવ્યો હતો જેમાં લાઈવ દર્શન કરવાવામાં આવ્યા હતા જન્માષ્ટમી ના દિવસે સવારે ડાકોર મા ભક્તો ની ભારેભીડ જાેવા મળી હતી જે રાત્રી ના ૨ વાગ્યાં ના અરશામાં ઓછી થઈ હતી ઠાકોરજી ને સવારે મંગાળા આરતી બાદ ત્રણભોગ ભેગા ધરાવી સતત એક વાગ્યાં સુધીમંદિર ના દ્વાર ખુલ્લા રખાવા મા આવ્યા હતા ત્યાર બાદ ઠાકોરજી ને પોઢાડી દેવાયા હતા પાછી સાંજે ૪-૪૫ ના સમયે ઉસ્થાપન આરતી કરી ઠાકોરજી ને કેવડા નો મુગટ સાથે સુંદર આભૂષણ ધરાવ્યા હતા જે આભૂષણ રાત્રી ના ૧૧-૪૫ ના અરશામાં ઉતારવામાં આવ્યા હતા ત્યારબાદ ઠાકોરજી ને તિલક કરી ને શ્રીકૃષ્ણ ના જન્મ ના વધમાણા કરવામાં આવ્યા હતા પછી અભિયાંગ સ્નાન સાથે પંચામૃત સ્નાન કરાવવામાં આવ્યું હતું પછી સ્નાન કરવી ને માણખાણ મિસરી પંજાજીરી નો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો અને રાત્રી ના એક વાગ્યાં સુધી ડાકોર મંદિર ના પરિસર મા ભારે અતિશબાજી સાથેલખોભક્તો એ ભારે ઉત્સાહ સાથે નંદ ઘેર આનંદ ભાયો નો જય નાદ કરી જન્માષ્ટમી ઉત્સવ ને ઉજવ્યો હતો અને આખા મંદિર પરિસર મા કીડીયારું ઉભરાયું હોય તેમ ભક્તો ગામેગામથી દેશ વિદેશ થી ભક્તો આવ્યા હતા ઠાકોરજી ને રાત્રી ના એક વાગ્યાં ના અરશામાં હિરાપન્ના નો સુંદર કલાકત્મક મોટો મુગટ ધારણ કરાવ્યો હતો જે મુગટ માટે લોકવાયકા મુજબ જયારે બનાવ્યો ત્યારે સવાલાખ નો ખર્ચ થયો હતો જે મુગટ લગભગ ૮૦૦ વર્ષ પહેલા બનાવ્યો હતો અને એક ઠાકોરજી મા અપાર શ્રદ્ધા ધરાવનારી મહિલા એ ભેટ આપ્યો હતો આ મુગટ ની હાલ મા કોઈ કિંમત કરી શકાય તેમ નથી રત્નજડિત આ મુગટ ઠાકોરજી ને વર્ષ દરમ્યાન ત્રણ વખત ધારણ કરાવવામાં આવે છે કારતકી પૂનમે ધનતેરશદિવાળી બેસતાવર્ષ ના દિવસે ઠાકોરજી ને ધારણ કરાવવામાં આવે છે અને ત્યારબાદ ઠાકોરજી ની આજ્ઞા માળા ગોપાલલાલજી ને ધારણ કરાવી સોનાના આસોપાલવ પારણે ઝૂલાવવામાં આવ્યા હતા.
જે દર્શન સવાર ના ચાર વાગ્યાં સુધી ખુલ્લા રહ્યા હતા અને મહાભોગ નો ભોગ ધરાવી ને ઠાકોજી ને પોઢાડી દેવામાં આવ્યા હતા જન્માષ્ટમી નો આ ઉત્સવ ડાકોર મંદિર સાથે ડાકોર ની ગાલીએ ગાલીએ ઉજવાય છે જ્યાં પોળ ના નાના બાળકો લાકડાં ના પારણા બનાવી ગોપાલલાલજી ની નાની મુરતી લાવી ઘાસ અને નાના બાળકો રમે તેવા રમકડાં વનપ્રાણી ગાયો ભેંસો ગાડી અને અન્યએવી વસ્તુઓ ગોઠવવાતા હોય છે કે જેના થી નાના બાળકો ખુશ થાય અને મોટા વાસણ મા પાણી ભરીને તેમા હોડી સાથે રમકડાં ના જડચર પ્રાણીઓ પણ ગોઠવે છે અને આખી પોળ ના તમામ બાળકો વડીલો રાત્રી ના ૧૨ વાગે પારણું જુલાવીનંદ ઘેર આનંદ ભાયો નો જયનાદ કરતા હોય છે અને ગોપાલલાલજી ને માખણ મિસરી પંજાજીરી અને અન્ય મીઠાઈઓ પણ ધરાવતા હોય છે જન્માષ્ટમી ઉત્સવ ડાકોર મા ગોમતીઘાટ પર દંડી સ્વામી આશ્રમ ના મહંત વિજયદાશજી દ્વારા લોકડાયરો કરી ઉજવવામાં આવ્યો હતો જેમાં કાનાભાઈ આહીર દ્વારા શ્રી કૃષ્ણ ના ભજનો ગાઈ ને ડાકોર મા આવતા દર્શનાર્થીઓના ઉત્સાહ મા વધારો કર્યો હતો અને તેમના આ જાહેરકાર્યક્રમ મા જિલ્લા કલેકટર જિલ્લા પોલીસ અધિક્ષક ધારાસભ્યો અને ડાકોર ના આગેવાનો ખુબ મોટી સંખ્યા મા જાેડાયા હતા
અને ઠાકોરજી ને પાર્થના કરી હતી કે આ અસહ્ય ગરમી ને નાથી ને વરસાદ નું આગમન કરાવે જેના થી ખેડૂતો ને રાહત થાય પછી સવારે ચાર વાગ્યાં ના અરશામાં ઠાકોરજી ને પોઢાળ્યા હોવાથી નોમ ના દિવસે મંગળા આરતી મંદિર ના સેવક આગેવાનો ભાઈઓ દ્વારા નક્કી કરાયેલા સમય મુજબ ૮ વાગ્યાં ના સમયે કરવામાં આવી હતી અને ત્યારબાદ ગોવાળભોગ, બાળભોગ ધરાવી શણગાર ભોગ મા મંદિર ના સેવકભાઈઓ આજે નંદરાયજી યશોદામતા ગોપ ગોપીયો બની દહીં મટકી સાથે મંદિર પરિસર મા નંદ ઘેર આનંદ ભાયો નો જય નાદ કરતા નીકળ્યા હતા અને ગોપ ગોપીયો સાથે પરિસર મા ડાકોર પધારેલા દર્શનર્થીઓ પણ ગોળ ગોળ ફૂંદડી ફરી નંદ ના ઘેર આનંદ ભાયો ની ઉજવણી કરતા જાેવા મળી આવ્યા હતા આમ ડાકોર રણછોડજી મંદિર મા જન્માષ્ટમી અને ગોપીઓની નોમ નો ઉત્સવ ભારે હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરતા જાેવા મળી રહ્યા હતા