લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, ઓગ્સ્ટ 2026 |
1485
મુંબઈના ઘાટકોપરના ચિરાગ નગર વિસ્તારમાં બુધવારે સવારે ભૂસ્ખલન થયું. સવારે લગભગ ૩:૪૮ વાગ્યે ગૌસિયા ચાલમાં ટેકરી પરથી માટી અને કાટમાળ સરકીને અનેક ઘરો પર પડ્યો. દુર્ઘટના સમયે લોકો સૂઈ રહ્યા હતા. ૭ લોકોના મોત થયા છે. ૪ લોકો ઘાયલ થયા છે. વરસાદને દુર્ઘટનાનું કારણ ગણાવવામાં આવી રહ્યું છે. ડ્ઢઝ્રઁ ગણેશ શિંદેએ જણાવ્યું કે ૩-૪ લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા છે. જાેકે, ચોક્કસ સંખ્યાની હજુ પુષ્ટિ થઈ નથી.
બીએમસીના અધિકારીઓ અનુસાર, કાટમાળમાં દટાયેલા લોકોને શોધવા માટે બચાવ ટીમ સ્પેશિયલ વિક્ટિમ-ડિટેક્શન કેમેરાની મદદ લઈ રહી છે. ઘટનાસ્થળ સુધી પહોંચવાનો રસ્તો ૩ થી ૩.૫ ફૂટ પહોળો છે. સાંકડી ગલીઓના કારણે ભારે મશીનરી ઘટનાસ્થળ સુધી પહોંચી શકતી નથી. કાટમાળને પહેલા વ્રેકરની મદદથી કાઢવામાં આવી રહ્યો છે. ત્યારબાદ ડોલ ભરીને હાથથી હટાવવામાં આવી રહ્યો છે. તેનાથી બચાવ કાર્યમાં ઘણો સમય લાગી રહ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અસરગ્રસ્ત વિસ્તાર સુધી પહોંચતી ગલીઓ એટલી સાંકડી છે કે એક સમયે માંડ એક વ્યક્તિ જ અંદર જઈ શકે છે અને બે લોકો સામસામે પણ ઊભા રહી શકતા નથી. પોલીસના જણાવ્યા અનુસાર, દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના મૃતદેહ હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા છે. જ્યારે, ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી ૧૮ વર્ષના સોહેલ અંસારીના માથામાં ઈજા થઈ છે, જ્યારે ૧૪ વર્ષના મોહમ્મદ અંસારીની પીઠમાં ઈજા થઈ છે. મુંબઈના મેયર ઋતુ તાવડેએ ઘટનાસ્થળની મુલાકાત લઈને રાહત અને બચાવ કાર્યોની સમીક્ષા કરી.