મુંબઇ

દિવંગત અભિનેતા ઋષિ કપૂરની છેલ્લી ફિલ્મ ‘શર્માજી નમકીન’ ને 2021 માં ​​થિયેટરમાં રિલીઝ કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. કેમ કે ફિલ્મનું શૂટિંગ હજી બાકી હોવાથી નિર્માતાઓ આ વર્ષે 4 સપ્ટેમ્બરના રોજ તેમના જન્મદિવસ પર ચાહકો તેમને શ્રદ્ધાંજલિ આપતા દિગ્ગજ અભિનેતાની છેલ્લી ફિલ્મ રિલીઝ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરેશ રાવલે બાકીના ભાગને એ જ ભૂમિકામાં પૂરું કરવા માટેની તૈયારી દર્શાવી છે.

મૈકગફિન પિક્ચર્સની સાથે રિતેશ સિધવાણી અને ફરહાન અખ્તર દ્વારા નિર્મિત આ ફિલ્મનું દિગ્દર્શન નવોદિત હિતેશ ભાટિયાએ કર્યું છે. આ ફિલ્મ 60 વર્ષીય વ્યક્તિ પર આધારિત હળવા સિમ્પલ ફિલ્મ છે. 2021 ના ​​રિલીઝની યોજના સાથે, શર્માજી નમકીનની પ્રોડ્યુસર્સ અને ટીમ ટૂંક સમયમાં જ શૂટિંગ શરૂ કરવાની તૈયારીમાં છે. 

ટ્રેડ એનલિસ્ટ કોમલ મેહતાએ શુક્રવારે ટ્વીટમાં કહ્યું, ‘શર્માજી નમકીન, દિવંગત અભિનેતા ઋષિ કપૂરની છેલ્લી ફિલ્મ આ વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થશે અને આ તેમનું છેલ્લું પરફોર્મન્સ હશે.’

મહત્વનું છે કે આ ફિલ્મમાં અભિનેત્રી જૂહી ચાવલા પણ અભિનય કરતી જોવા મળશે. જૂહી ચાવલા 1990ના દાયકામાં બોલ રાધા બોલ, ઈના મીના ડીકા અને દરાર જેવી ફિલ્મોમાં ઋષિ કપૂર સાથે કામ કર્યુ હતું. આ ફિલ્મની ટીમને કપૂરની ખોટ પડવાની છે. 

નોંધપાત્ર વાત એ છે કે, ઋષિ કપૂરનું ગયા વર્ષે 30 એપ્રિલના રોજ 67 વર્ષની વયે નિધન થયું હતું. તેના નિધનના બે વર્ષ પહેલાં લ્યુકીમિયાથી પીડાતા હોવાનું જણાયું હતું. તેની સારવાર ન્યૂયોર્કમાં કરવામાં આવી હતી. સારવાર માટે તે લાંબા સમય સુધી વિદેશમાં જ રહ્યા. આ મુશ્કેલ સમયમાં તેમની પત્ની નીતુ સિંહ અને પુત્ર રણબીર કપૂર હંમેશા તેમની સાથે ઉભા રહ્યા હતા.