/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

ઉત્તર પ્રદેશમાં 10 થી 13 જુલાઈ લોકડાઉન લાગુ, સંક્રમણ રોકવા લેવાયો નિર્ણય 

ઉત્તરપ્રદેશ, 

કોરોના વાયરસના વધતા કેસને ધ્યાનમાં રાખી ઉત્તર પ્રદેશની યોગી સરકારે રાજ્યમાં લોકડાઉન કરવાની ઘોષણા કરી છે. આ લોકડાઉન આજે એટલે કે શુક્રવારે રાત્રે 10 કલાકથી 13 જુલાઈ અને સોમવારે સવારે 5 કલાક સુધી લાગુ રહેશે. આ દરમિયાન શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં બજાર અને અન્ય દુકાનો તેમજ તમામ ઓફિસ બંધ રહેશે. માત્ર આવશ્ય સેવાઓ જ કાર્યરત રહેશે. મુખ્ય સચિવ રાજેન્દ્ર કુમાર તિવારીએ લોકડાઉન અંગે આદેશ જાહેર કર્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સંક્રમણને રોકવા માટે સરકાર લોકડાઉનની કરી રહી છે. 

લૉકડાઉન દરમિયાન પ્રદેશની તમામ ઓફિસો, શહેર અને ગામડાઓની બજાર, પાનના ગલ્લા સહિત તમામ દુકાનો બંધ રાખવામાં આવશે. આ અંગે મુખ્ય સચિવ રાજેન્દ્ર કુમાર તિવારીએ ગુરૂવારે તમામ સબંધિત અધિકારીઓ, જિલ્લા પ્રશાસન અને પોલીસ કમિશનરોને દિશા નિર્દેશો જાહેર કરી દિધા છે.

કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી ઉત્તરપ્રદેશમાં 10 થી 13 જૂલાઈ સુધી સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ દરમિયાન સ્વાસ્થ્ય સુવિધા અને આવશ્યક ચીજ-વસ્તુઓની સપ્લાઈ શરૂ રહેશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution