પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ ગયો. અને ઘણાં બધાં લોકો આ મહિના દરમિયાન આખો મહિનો ઉપવાસ કરતા હોય છે અથવા તો ઘણાં સોમવાર કે ગુરુવારના દિવસે ઉપવાસ રાખતા હોય છે. પરતુ ઘણી વખત ઉપવાસમાં પણ ભૂખ લાગી જવી સ્વાભાવિક વાત છે. ત્યારે આવા સમયે વેફર કે સૂકીભાજી ખાઈને કંટાળી ગયા હોવ કે આવું ખાઈને પેટ ખરાબ કરવું તેના કરતા વધારે સારું છે કે, કેમ ન કંઈક હેલ્ધી ખાઈએ? તો ચાલો આજે આપને શીખવી દઈએ એક એવી વાનગી છે ખૂબ જ હેલ્ધી પણ છે અને સાથે ફરાળી પણ છે. 

ફરાળી ઈડલી બનાવવા માટેની સામગ્રી:

3 ચમચી સાબુદાણા,1 કપ મોરૈયો,1 કપ દહીં,1 ચમચી મરી પાવડર,1 ચમચી જીરૂ પાવડર,1 ચમચી ઇનો,1 ચમચી તેલ,1 ચમચી સિંધવ મીઠું

ફરાળી ઈડલી બનાવવાની રીત:

 સૌ પ્રથમ સાબુદાણા અને મોરૈયાને મિક્સરમાં પીસી લો. પછી તેમાં દહીં ઉમેરી મિક્સ કરીને 20 મિનિટ માટે તેને ઢાંકીને રહેવા દો. ત્યારબાદ તેમાં મરી પાવડર, જીરૂ પાવડર અને સિંધવ મીઠું મિક્સ કરી લો. પછી છેલ્લે તેમાં ઇનો મિક્સ કરી એક દિશામાં સહેજ હલાવી લો. હવે એક બાજુ સ્ટીમરમાં થઓડું પાણી લઈ તેને ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય એટલે ઈડલી બનાવવાની ડિશને તેલથી ગ્રીસ કરીને તેમાં બનાવેલું ખીરૂં ઉમેરી તેને સ્ટીમ કરી લો. થઈ જાય પછી આ ઇડલીને બહાર કાઢી ચારણીમાં સુતરાઉ કપડું પાથરી તેમાં કાઢો. તો તૈયાર છે ફરાળી ઈડલી. આ ઈડલીને સર્વિંગ પ્લેટમાં લઈ કોપરાની ચટણી સાથે ગરમા ગરમ જ સર્વ કરો.