વડોદરા, તા.૨૭

પ્રત્યેક ર૭મી ફેબ્રુઆરીએ ઉજવાતા ‘મરાઠી ભાષા ગૌરવ દિવસ’ના ભાગરૂપે વડોદરાની મરાઠી વાંગ્મય પરિષદ દ્વારા સંસ્થાના કાર્યાલય ખાતે મરાઠીના દિગ્ગજ મરાઠી લેખક અને જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા કુસુમાગ્રજની પ્રતિમાના પૂજન સાથે આ દિન આજે ગૌરવભેર ઉજવવામાં આવ્યો હતો. જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા સાહિત્યકાર કુસુમાગ્રજ અને વિ.વા. શિરવાડકરની જયંતી નિમિત્તે આ દિવસ ઉજવાય છે. મરાઠી વાંગ્મય પરિષદ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સંસ્થાના અધ્યક્ષ મિલિંદ બોડસ, સેક્રેટરી સંજય બચ્છાવ, ખજાનચી શશાંક કેમકર તેમજ કાર્યકારી મંડળના સભ્યો મિલિંદ ગદ્રે, કવિ દીપક ભોંડે, સુજિત પ્રધાન, કવિ ચંદ્રકાન્ત ધાડણકર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પ્રતિમાની પૂજનવિધિ બાદ સંજય બચ્છાવે કુસુમાગ્રજની કવિતાઓનું પઠન કર્યું હતું તથા તે બાદ કવિ ભોંડે અને ધાડણકરે પોતપોતાના કાવ્યોનું વાંચન કર્યું હતું.