/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

ચરોતરમાં પારો ૧૫ ડિગ્રીએ જામી ગયો!

આણંદ : આણંદ-ખેડા સહિત સમગ્ર પંથકમાં છેલ્લા એક અઠવાડિયામાં તાપમાનનો પારો રોજ એકથી અડધો ડિગ્રી ગગડી રહ્યો છે. હરિયાળા ચરોતરમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડીને ૧૫ ડિગ્રીએ પહોંચી ગયો છે. આગામી દિવસોમાં હજુ ઠંડી વધશે તેવો વર્તારો હવામાન વિભાગે કર્યો છે. ચરોતરમાં મોડી રાતે અને વહેલી સવારે ઠંડીના સૂસવાટા શરૂ થઈ ગયાં છે. કોરોના મહામારીને કારણે સ્કૂલ-કોલેજ બંધ હોવાથી સ્વેટર પહેરીને ભણવા જતાં વિદ્યાર્થીઓ જાેવા મળતાં નથી. ખરેખર ઠંડીનું અનુમાન આ વિદ્યાર્થીઓના પહેરવેશથી જ લગાડી શકાતું હોય છે. આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મંગળવારે પણ લઘુત્તમ તાપમાનનો પારો ૧૫.૫ ડિગ્રીએ સ્થિર થઈ ગયો હતો. રાજ્યના હવામાન વિભાગના વર્તારા મુજબ, આગામી દિવસોમાં ઠંડીનું જાેર વધે તેવી શક્યતા છે. મંગળવારે મહત્તમ તાપમાનનો પારો ૩૩.૫ ડિગ્રી, લઘુત્તમ તાપમાનનો પારો ૧૫.૫ ડિગ્રી, ભેજનું પ્રમાણ ૮૯ ટકા અને દોઢ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર -પૂર્વીય દિશામાંથી પવનો ફૂંકાયા હતાં. ઉત્તર ભારતમાં થઈ રહેલી ભારે હિમમવર્ષાને લઈને ઉત્તર-પૂર્વ તરફના ઠંડા બર્ફિલા પવનો ફૂંંકાવાથી આણંદ-નડિયાદ શહેર સહિત ચરોતરમાં બુધવારે પણ ઠંડીનો સપાટો મહેસૂસ કરાયો હતો. મંગળવાર કરતાં પણ આજે તાપમાનમાં વધુ ઘટાડો થયો હોવાનું મહેસુસ કરાતું હતું. ઠંડીને કારણે ગ્રામીણ વિસ્તારોમાં જનજીવનને અસર થઈ હતી. રાત્રે ૮ વાગ્યા પછી ગામડાંઓ ભેંકાર બની જાય છે. આણંદ-ખેડા સહિત સમગ્ર પંથકમાં છેલ્લાં ૪ દિવસથી લઘુત્તમ તાપમાનનો પારો ગગડી રહ્યો છે. મોડી રાતે અને વહેલી સવારે મોસમ ઓસમ થઈ જાય છે. 

આગામી દિવસોમાં હજુ ઠંડી વધશે

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાં અનુસાર, આગામી બે ત્રણ દિવસ હજુ તાપમાન નીચું જવાની શક્યતા છે. ઠંડીનંુ પ્રમાણ હજુ વધશે.

કરચરિયું, અડદિયા પાક, ચીકીની મોસમ આવી ગઈ

ચરોતરમાં ઠંડી વધી રહી છે ત્યારે લોકોને કરચરિયું, અડદિયા પાક, ચીકી યાદ આવી ગયાં છે. ઠેર-ઠેર મંડપ બાંધીને ઠંડીના વસાણા વેચતા વેપારીઓ આ વર્ષે કોરોના કાળમાં જાેવા મળશે કે કેમ તેવો સવાલ થઈ રહ્યો છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution