લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
31, ઓગ્સ્ટ 2026 |
3069
આજેર્ન્ટિનાના સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી સંન્યાસ લઈ લીધો છે. તેમણે સોમવારે એક ઇન્સ્ટા પોસ્ટ દ્વારા આની જાણકારી આપી હતી. મેસ્સીએ લખ્યું કે હવે તેઓ રાષ્ટ્રીય ટીમની જર્સી નહીં પહેરે. વર્લ્ડ કપ ફાઇનલમાં સ્પેન સામે હાર્યાના બે દિવસ પછી તેમણે આ ર્નિણય લીધો હતો. મેસ્સીએ કહ્યું કે, આ ર્નિણય તેમના માટે ખૂબ જ મુશ્કેલ અને પીડાદાયક છે.આગળ તેઓ કહે છે કે, ફાઇનલ પછી ઘણો સમય વીતી ગયો છે. ઘણું વિચાર્યા પછી હું બધાને જણાવવા માગું છું કે હું નેશનલ ટીમમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. આ એક એવો ર્નિણય હતો જેણે મને દુ:ખ પહોંચાડ્યું અને આજે પણ ઊંડે સુધી દુ:ખ આપે છે, પરંતુ હું સમજું છું કે આ જ યોગ્ય સમય છે. મેં હંમેશા આ જર્સી માટે મારું સર્વસ્વ આપ્યું છે. મેં હંમેશા લડાઈ લડી અને શ્રેષ્ઠ આપ્યું, જેથી તમને ખુશી મળે. ફૂટબોલ દ્વારા તમને આજેર્ન્ટિનાના હોવાનો ગર્વ અનુભવાય.મેસ્સીએ આગળ લખ્યુ કે, હવે સમય ઓછો બચ્યો છે. કારકિર્દીના કેટલાક પ્રકરણો સમાપ્ત થવા લાગ્યા છે.