અમદાવાદ-

ગુજરાતમાં લાંબા સમયના વિરામ પછી ફરી એકવાર વરસાદને લઈને હવામાન વિભાગ તરફથી સારા સામાચાર સામે આવ્યા છે. સમગ્ર રાજ્યમાં હજુ પણ ૪૮ ટકા વરસાદની ઘટ છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 18, 19 તારીખે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડશે.

વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, તાપી, સુરત અને ડાંગમાં વરસાદ પડશે. જોકે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ રહી છે, તેની અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. આ સમય દરમિયાન અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તેમજ અમુક જગ્યાએ છુટો-છવાયો વરસાદનું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે, હજુ પણ સમગ્ર રાજ્યને સારા વરસાદ માટે રાહ જોવી પડશે. અત્યાર સુધીમાં રાજ્યમાં 258 મિમિ વરસાદ પડ્યો છે. આગામી 18,19 અને 20 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતને સારો વરસાદ પડી શકે છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટરમ બની રહી છે, જેના પગલે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, વાપીમાં વરસાદની આગાહી કરી છે. અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. હજુ પણ ભારે વરસાદની રાહ જોવી પડશે. અત્યાર સુધીમાં રાજ્યમાં 258 મીમી વરસાદ પડ્યો છે.