દિલ્હી-

ભારતી એરટેલના ચેરમેન સુનીલ ભારતી મિત્તલે સંકેત આપ્યા છે કે, આગામી 6 મહિનામાં મોબાઈલ સેવાઓના દર વધી શકે છે. તેમનું કહેવું છે કે, ટેલિકોમ ઈન્ડસ્ટ્રી માટે ઓછા દરે ડેટા આપવાનું લાંબા સમય સુધી નહીં ચાલી શકે. તેમણે કહ્યું કે 160 રૂપિયામાં પ્રતિમાસ 16 જીબી ડેટા સપ્લાય એક ટ્રેજેડી છે.

મિત્તલે એક ઈવેન્ટમાં કહ્યું કે તમે આ ભાવે પ્રતિમાસ 1.6 જીબી ડેટાનો વપરાશ કરી શકો છો અથવા તો વધુ કિંમત ચૂકવવા માટે તૈયાર રહી શકો છો. અમે અમેરિકા કે યુરોપની જેમ 50-60 ડોલર નથી ઈચ્છતા પરંતુ 2 ડોલરમાં 16 જીબી ડેટા પ્રતિમાસ લાંબા સમય સુધી ન ટકી શકે. 

મિત્તલે એમ પણ કહ્યું કે, ડિજિટલ કન્ટેન્ટ વપરાશ પર યુઝર દીઠ સરેરાશ આવક (એઆરપીયુ) યુઝર દીઠ 200 રૂપિયા (એઆરપીયુ) વટાવે તેવી ધારણા છે. એઆરપીયુ એ ટેલિકોમ કંપની માટે યુઝર દીઠ આવકનું એક માપ છે. મિત્તલે કહ્યું કે અમને 300 રૂપિયાની એઆરપીયુની જરૂર છે, જેમાં એક સારી ડેટા રકમ યુઝરને દર મહિને 100 રૂપિયામાં મળશે.

પરંતુ જો યુઝરનો ડેટા વપરાશ ટીવી, મુવી, એન્ટરટેનમેન્ટ વગેરેને કારણે વધુ છે તો તેનાથી વધુ કિંમત ચુકવવી પડશે. મિત્તલે આગળ કહ્યું કે. ટેલિકોમ કંપનીઓએ મુશ્કેલીના સમયે દેશને સેવા પુરી પાડી છે એટલા માટે ઈન્ડસ્ટ્રીને 5જીમાં રોકાણ, ઓપ્ટિકલ ફાઈબર્સ, સબમરીન કેબલ્સ વગેરેની જરૂરત છે.