અમદાવાદ,તા.૨૬ 

રિવરફ્રન્ટ ખાતે થોડા દિવસ પહેલા લોકો પૂજા કરવા ભેગા થયા હતા. મીડિયામાં અહેવાલ બાદ પોલીસે ગુનો નોંધ્યો હતો. હવે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે રવિવારના દિવસે ક્રિકેટ મેચ રમવા ૧૦૦થી વધુ લોકો ભેગા થયા હતા. માસ્ક પહેર્યા વગર અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવ્યા વગર યુવાનીયાઓ અહીં ક્રિકેટ રમતા હતા.તાત્કાલિક પોલીસ પહોંચતા લોકોમાં ભાગદોડ મચી ગઇ હતી. કેટલાય લોકો અહીં ભાગતા ભાગતા પડી પણ ગયા હતા. જોકે પોલીસ આવતા પહેલા જ બધા પાછળથી ભાગી ગયા અને પોલીસને ગણ્યા ગાંઠયા લોકો હાથ લાગ્યા હતા. રવિવારે ૧૦૦થી વધુ ક્રિકેટ રસિકો ક્રિકેટ મેચ રમતા દેખાયા છતાં પોલીસે અનદેખ્યું કરી પેટ્રોલિંગ કરતી હતી પણ ખસેડવામા આવ્યા નહતા. જોકે મીડિયામાં એહવાલ પ્રસારિત થતા પોલીસ ઊંઘમાંથી જાગી અને પાંચેક જેટલી ગાડીઓ જીએમડીસી ગ્રાઉન્ડમાં ધસી આવતા ભાગદોડ મચી ગઈ હતી. પોલીસ કાર્યવાહીને પગલે કેટલાય લોકો વાહનો લઈને પટકાયા અને ગણતરીની મિનિટોમાં જ ગ્રાઉન્ડ ખાલી થઈ ગયું. જોકે આ પરિસ્થિતિ પાછળ જવાબદાર માત્ર એ.એમ.સી. અને પોલીસ જ છે. ઘટના અંગે પોલીસે મેસેજ આધારિત ચારથી પાંચ શખ્સોની અટકાયત કરી અનેક લોકો વિરુદ્ધ જાહેરનામા ભંગની કાર્યવાહી હાથ ધરી છે.