/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

NCC કેડેટ્સ દ્વારા તૈયાર કરાયેલ 29000 થી વધુ શુભેચ્છા કાર્ડ્સને કારગીલના જવાનોને પહોંચાડાશે

ગાંધીનગર-

મુખ્યમંત્રી વિજય રૂપાણી એ ગુજરાતના NCC કેડેટ્સ દ્વારા “કારગીલ કે વીરો કો ગુજરાત કા આભાર” – “એક મેં સૌ કે લિએ”ના પાંચમા તબક્કાના અભિયાન અંતર્ગત દેશભક્તિની વિવિધ થીમ ઉપર તૈયાર કરાયેલ ૨૯ હજારથી વધુ કાર્ડ્સને દેશ ના સીમાડા સાચવતા સેનાના જવાનો માટે કારગીલ સરહદ ઉપર મોકલવા મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી ફ્લેગ ઓફ કરાવ્યું હતું

મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત, દાદરા નગર હવેલી, દમણ અને દીવના NCC કેડેટ્સ દ્વારા દેશભક્તિની થીમ ઉપર તૈયાર કરાયેલા કાર્ડ્સ પ્રદર્શનને મુખ્યમંત્રીએ રસપૂર્વક નિહાળીને કેડેટ્સને પ્રોત્સાહિત કર્યા હતા.ઉલ્લેખનીય છે કે, NCC કેડેટ્સ દ્વારા કારગીલના જવાનોને ગુજરાતનો આભાર અંતર્ગત તૈયાર કરાયેલા આ ૨૯ હજારથી વધુ શુભેચ્છા કાર્ડ્સ અમદાવાદથી નોર્ધન કમાન્ડ હેડ ક્વાર્ટસ, ઉધમપુર ખાતે મોકલવામાં આવશે અને ત્યાંથી કારગીલ સરહદ ઉપર ફરજ બજાવતાં ભારતીય જવાનોને આ કાર્ડ્સ પહોંચાડીને બિરદાવવામાં આવશે. મુખ્યમંત્રીએ આ કાર્ડ લઇને જતા વાહનને પ્રસ્થાન કરાવ્યું તે અવસરે સાંસદ ડો. કિરીટ સોલંકી, પૂર્વ મંત્રી રમણ વોરા, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ એસ. જે. હૈદર, NCC ડાયરેક્ટોરેટ ગુજરાતના એડનિશલ ડાયરેક્ટર જનરલ, મેજર જનરલ અરવિંદ કપૂર, ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ બ્રિગેડિયર હર્ષવર્ધન સિંઘ, ડાયરેક્ટર ગૃપ કેપ્ટન સંજય વૈષ્ણવી સહિત NCCના ઉચ્ચ અધિકારીઓ, કેડેટ્સ ઉપસ્થિત રહ્યા હતા. 

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution