/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

૭.૭૧ લાખથી વધુનો દંડ વસૂલ્યો વિવિધ વિસ્તારોમાં રાત્રી કર્ફ્‌યુ ભંગના ૨૩ ગુનાઓ નોંધાયા 

વડોદરા, તા.૪ 

કોરોના વકરતા લદાયેલા રાત્રી કર્ફ્‌યુ દરમ્યાન જાહેરનામા ભંગના ગુનાઓમાં નોંધપાત્ર ઘટાડો જાેવા મળી રહ્યો છે. એની પાછળ લોકોની જાગૃતતા જવાબદાર છે કે પોલીસની ઢીલી નીતિ એ તપાસનો વિષય બની ગયો છે. જાેકે, માસ્ક વગર ફરતા વાહન ચાલકો હજુ પણ સુધરવાનું નામ લેતા નથી. છેલ્લા ૨૪ કલાકમાં માસ્ક વગર ફરતા ૬૮૮ લોકો પાસેથી પોલીસે ૬.૮૮ લાખનો અને પાલિકાએ ૭૮,૬૦૦નો દંડ વસુલ કર્યો છે. જ્યારે, મંગળવારની રાત્રે કર્ફ્‌યુના જાહેરનામા ભંગ બદલ શહેરભરના પોલીસમથકોમાં ૨૩ ગુનાઓ નોંધી ૨૬ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના સંક્રમણમાં વધારો થાય એ રીતે માસ્ક વગર બહાર જાહેરમાં નીકળેલા ૬૯૩ લોકોને જુદા જુદા પોલીસ મથકોની ટીમોએ ઝડપી પાડી હતી, પોલીસે જાહેર સ્થળો અને પરિવહન સમયે માસ્ક નહીં પહેરવા બદલ આ ૬૮૮ લોકો પાસેથી રૂા.૬.૮૮ લાખ જેટલી રકમનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આ સાથે દિવસભર માસ્ક ચેકીંગ અંગેની કાર્યવાહી હાથ ધરીને પાલિકાની વિવિધ ટીમો દ્વારા ૭૮,૬૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત રાત્રિ કરફયૂના અમલ દરમિયાન માત્ર આવશ્યક અને સત્તાવાર પરવાનગી ધરાવનારાઓ જ બહાર નીકળી શકતા હોવા છતાં યોગ્ય કારણ વગર બહાર વાહન લઈને કે ચાલતા બહાર નીકળેલા ૨૬ લોકોને ઝડપી પાડી ફરફયૂના જાહેરનામાના ભંગ બદલ ૨૩ ગુનાઓ જુદા જુદા પોલીસ મથકોમાં નોંધાયા હતા. આ બધા આરોપીઓને ફરજિયાતપણે રાતભર લોકઅપમાં રાખવાનો ઉચ્ચ અધિકારીઓએ આદેશ કર્યો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution