નવી દિલ્હી

નાસાએ મંગળ પર મોકલવામાં આવેલા તેના Ingenuity હેલિકોપ્ટરના અદભૂત ચિત્રો અને વીડિયો શેર કર્યા પછી લાલ ગ્રહ પર તેનો અવાજ જાહેર કર્યો છે, જે મચ્છર બોલી રહ્યું હોય તેવું લાગે છે. શુક્રવારે નાસાની લેબોરેટરીએ Ingenuity હેલિકોપ્ટરની પાંચમી ટેસ્ટ ફ્લાઇટની ઉડાન પહેલા અત્યાર સુધીની પહેલી ઓડિઓ ક્લિપ બહાર પાડી હતી.

એક અઠવાડિયા પહેલા ચોથી Ingenuity ફ્લાઇટની ઉડાન દરમિયાન બ્લેડનો અવાજ મચ્છર બોલતા હોય તેવો ધીમો આવી રહ્યો હતો. તેનું કારણ એ છે કે 1.8 કિગ્રા વજનનું આ લાઇટ એસ્ટરોઇડ, પર્સિવરેંસ રોવરના માઇક્રોફોનથી 260 ફૂટ દૂર હતું. વૈજ્ઞાનિકોએ બ્લેડનો અવાજ અલગ કર્યો અને તેને રેકોર્ડ કર્યો જેથી તે સાંભળી શકાય. નાસાના પ્રાયોગિક મંગળ Ingenuity હેલિકોપ્ટરે 19 એપ્રિલના રોજ ધૂળવાળી લાલ સપાટીથી પ્રથમ ઉડાન ભરી હતી. આ સાથે જ બીજા કોઈ અન્ય ગ્રહ પર પહેલી ઉડાન ભરવાની સિદ્ધિ હાંસલ કરી હતી.