મુંબઇ-  

નવાઝુદ્દીન સિદ્દીકી પર તેની પત્ની આલિયા સિદ્દીકી ઉર્ફ અંજના કિશોર પાંડેએ લેખિત ફરિયાદ ફાઈલ કરી રેપ અને ફ્રોડનો આરોપ લગાવ્યો છે. આ ફરિયાદ મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફાઈલ કરાવી છે. આલિયાની ફરિયાદ પર પોલીસ આજે FIR રજિસ્ટર કરી શકે છે.

ફરિયાદ કર્યા બાદ તેના વકીલ અદનાન શેખે એક સ્ટેટમેન્ટ રિલીઝ કરી કહ્યું, 'મારા ક્લાયન્ટે વર્સોવા પોલીસ સ્ટેશનમાં યૌન શોષણ અને ફ્રોડ પર એક વિસ્તૃત લેખિત ફરિયાદ કરી છે. આશા છે કે ટૂંક સમયમાં FIR ફાઈલ કરવામાં આવશે.' આલિયાએ કોર્ટમાં નવાઝ સાથે તલાકની અરજી પણ કરી દીધી છે.

નવાઝે ફરિયાદ પર કોઈ પ્રતિક્રિયા નથી આપી. નવાઝના ભાઈ શમ્સ પર જ્યારે આલિયાએ છેડછાડનો આરોપ લગાવ્યો તો એવી વાત થતી હતી કે તે ભાગી ગયો હતો. શમ્સે દાવો કર્યો હતો કે આલિયા નાણાકીય લાભ માટે આ બધું કરી રહી છે. જોકે એક ઇન્ટરવ્યૂમાં આલિયાએ આ બધા આરોપો નકારી દીધા હતા.

27 જુલાઈએ આલિયાએ નવાઝ સહિત તેની માતા અને 3 ભાઈઓ પર મારપીટ અને ત્રાસ આપવો જેવા ગંભીર આરોપ લગાવીને મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં FIR ફાઈલ કરાવી હતી. આ કેસ મુંબઇનો ન હતો માટે આ ફરિયાદને મુઝફ્ફરનગર પાસે બુઢાના ટ્રાન્સફર કરવામાં આવી. તે FIRની અવેજીમાં જ આલિયાએ મુંબઈથી બુઢાના તેનું સ્ટેટમેન્ટ આપવા પોલીસ સ્ટેશન જવું પડ્યું.