અમદાવાદ

ઈ.સ. 1949ની ગાંધીજીના વિચારોની સંપૂર્ણતા,એમના જીવનસૂત્રો અને સંસ્કારોને જીવંત કરવા ગુજરાત સરકાર દ્વારા સાબરમતી આશ્રમના પરિવર્તન માટે 1200 કરોડની જોગવાઈ ફાળવવામાં આવી છે.આ જોગવાઈ અંતર્ગત આશ્રમમાં ઘણા બધા ફેરફાર કરવામાં આવશે.

177 બિલ્ડિંગમાંથી (જેનો ફેલાવ 54 એકરમાં છે), તેમાંથી 65 સાંસ્કૃતિક બિલ્ડીંગ રાખવામાં આવશે. સાબરમતી આશ્રમ બાપુનું ઘર જ નહિ પરંતુ આઝાદી માટેના સંઘર્ષો હજુ પણ એમના આ ઘરમાં જીવિત છે. એમને એમની આત્મકથા "મારા સત્યના પ્રયોગો" 1920માં આશ્રમના એક ઓટલા ઉપર બેસીને કરી હતી.

આ જોગવાઈ મુજબ ઘણા બધા આશ્રમમાં ફેરફાર કરવામાં આવશે. દા. ત. મહાત્મા ગાંધીનું પુતળું,જે આયકર ભવન પાસે છે. એ પૂતળું આશ્રમમાં લગાવામાં આવશે, સાથે-સાથે આશ્રમની સામે એક મ્યુઝીયમ પણ બનાવવામાં આવશે.પ્રવાસીઓ માટે ખાદી અને આઝાદીના અમુક પ્રસંગો અનુભવવવા માટે લાઈટ અને સાઉન્ડ શૉની પણ વ્યવસ્થા કરવામાં આવશે.