ગાંધીનગર-

ભારતના ઇતિહાસમાં પ્રથમવાર સંસદમાં સોમવારે વર્ષ 2021-22નું પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યુ હતુ. એટલે કે આ બજેટની એક પણ કોપી છાપવામાં આવી ન હતી. કેન્દ્ર સરકારનું અનુકરણ કરતા હવે ગુજરાત સરકાર પણ પેપરલેશ બજેટ રજૂ કરશે તેવી માહિતી સામે આવી રહી છે. એટલે ગુજરાતના બજેટની પણ એક પેપર કોપીનું પ્રિન્ટિંગ કરવામાં આવશે નહીં.

નોંધનિય છે કે, ગુજરાતનું નાણાંકીય વર્ષ 2021-22નું બજેટ 3જી માર્ચ, 2021ના રોજ રજૂ થશે. આગામી 3 માર્ચના રોજ વિધાનસભા ગૃહમાં રજૂ થનારુ બજેટ પણ પેપરલેશ હશે. જેમાં તમામ ધારાસભ્યોને પેન ડ્રાઇવમાં આ બજેટની કોપી આપવામાં આવશે. ફક્ત ખાસ પ્રસ્તાવ માટે બજેટની બુકલેટ ગૃહમાં રજૂ કરાશે. ઉલ્લેખનિય છે કે, નાણાં મંત્રાલયે આગામી નાણાંકીય વર્ષ 2021-22ના બજેટના દસ્તાવેજોનું પ્રિન્ટિંગ ન કરવાનો નિર્ણય લીધો હતો. આથી આ વખતે બજેટના દસ્તાવેજની એક પણ કોપીનુ પ્રિન્ટિંગ કરવામાં આવ્યુ અને તેથી તે ભારતીય અર્થતંત્રનું પ્રથમ પેપરલેસ બજેટ છે. પેપરલેસ બજેટથી સરકારને દર વર્ષે લાખો રૂપિયાની બચત થશે. અને ડીજીટલ ભારત તરફનું લધુ એક સાકારાત્મક પગલું સરકારનું રહેશે.