વડોદરા,

વડોદરા વાસીઓ માટે નજીકનુ ફરવાનુ સ્થળ પાવાગઢ, માતાજીના દર્શન અને સાથે ટ્રેકિંગની મજા  અને ટ્રેકિગં વચ્ચે આવતા અદ્ભુત જુના સ્થાપત્યો અને કુદરતનો નજારો આંખને ઠંડપ પહોચાડે તેવો

રાજ્યમાં લોકડાઉન હળવુ થઇ રહ્યુ છે સાથે મેધરાજાએ પણ પોતાની હાજરી દર્શાવી છે તેવામાં પાવાગઠનો નજારો કંઇક અદ્ભુત જ હોય છે. ચોમાસામાં પાવાગઠ પર ઠેર ઠેર નાના ઝરણા ફુટી નિકળી છે,વરસાદના કારણે પાવાગઢ ચઠવાની મજા પણ અલગ છે વાદળોની વચ્ચેથી પસાર થવાનો આનંદ પણ અનેરો છે. સાથે પાવાગઢની સામે આવેલુ ચાપાંનેરની મજા આ મોસમમાં માળવા જેવી છે.