/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

જે લોકોથી પાર્ટી જાેડવાનું કામ થતું નથી એ લોકો દેશને જાેડવા નીકળ્યા છે ઃ જે.પી.નડ્ડા

વડોદરા, તા.૨૯

વડોદરા શહેરની રાવપુરા બેઠક પર ભાજપના ઉમેદવાર બાળકૃષ્ણ શુકલના સમર્થનમાં આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની યોજાયેલી જાહેરસભામાં તેમણે કોંગ્રેસ અને આપ પર આકરા પ્રહાર કર્યા હાતા. તેમણે કહ્યુંહ તું કે, જે પક્ષને પોતાની પાર્ટીને જાેડવાનું કામ થતું નથી એ લોકો દેશને જાેડવા નીકળ્યા છે. વડોદરાની ૧૦ બેઠકો પર તા.પમી ડિસેમ્બરે યોજાનારી ચૂંટણી માટેના પ્રચારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે તમામ પક્ષોએ તેમની પૂરી તાકાત લગાડી દીધી છે. આજે રાવપુરા બેઠક પર ભાજપના ઉમેદવાર પૂર્વ મેયર અને પૂર્વ સાંસદ બાળકૃષ્ણ શુકલના પ્રચાર માટે અભેસિંહ તડવીના ડાયરાના કાર્યક્રમ બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની જાહેરસભા યોજાઈ હતી. આ જાહેર સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

જે.પી.નડ્ડાએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીએ દેશને આઝાદી માટે પ્રેરિત કર્યા, તો સરદાર પટેલે પ૦૦ રજવાડાં જાેડીને ભારત દેશ બનાવવાનું કામ કર્યું છે. આજે આઝાદીના અમૃત કાળમાં વડાપ્રધાન મોદી નવા ભારતના નિર્માણનું કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે ગરીબ, મધ્યમવર્ગના લોકોની સ્વાસ્થ્યની ચિંતા કરતાં પ૦ કરોડ લોકોને આયુષ્યમાન કાર્યના માધ્યમથી પાંચ લાખનું હેલ્થ કવર આપ્યું. હવે આગામી દિવસોમાં ૧૦ લાખ સુધીનું કવર મળશે. આપ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં નડ્‌ાએ કહ્યું હતું કે, કોંગ્રેસ કોને જાેડવા નીકળી છે? પાર્ટી જાેડવાનું કામ થતું નથી એ લોકો દેશ જાેડવા નીકળ્યા છે તેવા આક્ષેપ સાથે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડની ચૂંટણીની જેમ ગુજરાતની ચૂંટણીમાં પણ આપના મોટાભાગના ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થશે તેમ કહ્યું હતું. ઉપરાંત ભાજપના સંકલ્પપત્ર અંગે પણ કહ્યું હતું.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution