ન્યૂ દિલ્હી

પેટ્રોલ પછી હવે ડીઝલ પણ ૧૦૦ રૂપિયાને પાર પહોંચી ગયું છે. વધતા ભાવોથી માત્ર ડ્રાઇવિંગને મોંઘા નથી બનાવતા પરંતુ હવે તેનો ભાર તમારા કિચનના બજેટ પર પણ દેખાઈ રહ્યો છે. રાજ્યો દ્વારા અનલૉકની શરૂઆત બાદ ડીઝલની કિંમતોમાં વધારોનો ભાર હવે ટ્રાન્સપોર્ટર્સ કંઝ્‌યુમર પર કરવા જઇ રહી છે.

દેશના ઘણાં શહેરોમાં પહેલીવાર ડીઝલ ૧૦૦ રૂપિયાને પાર કરી ગયું છે. છેલ્લા ૩૯ દિવસમાં કિંમતો ૨૬ વખત વધી છે. ૪ મેથી અત્યાર સુધીમાં ડીઝલ પ્રતિ લીટર લગભગ ૭ રૂપિયા મોંઘુ થઈ ગયું છે. જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર લગભગ ૧૨ રૂપિયાનો વઘારો થયો છે.

પહેલેથી મુશ્કેલી સામાન્ય કંઝ્‌યુમરની મુશ્કેલીઓ હવે વધવા જઇ રહી છે કારણ કે ટ્રાન્સપોર્ટર્સ ડિમાન્ડ વધતા માલ ભાડામાં લગભગ ૧૫-૨૦ ટકાનો વધારો કરશે. છેલ્લા એક વર્ષમાં ભાડુ ભાડાનો આ ચોથો વધારો હશે. આ બધાની અસર એ હશે કે ખાવા પીવાથી લઇને તમામ અન્ય વસ્તુ પણ મોંઘી થઇ જશે. કંઝ્‌યુમર પર ભાર ન વધે આ માટે સરકારથી તરત રાહતની માંગ પણ કરવામાં આવી રહી છે.

જોકે સરકાર કબૂલ કરી રહી છે કે તેલના ભાવમાં વધારાથી કંઝ્‌યુમરની સમસ્યાઓ વધી છે પરંતુ કોરોનાથી કમાણી ઘટવાના વાત કરી રાહત ની સંભાવનાથી પણ નકારી દીધી છે. સવાલ એ છે કે રાહત મળશે કેવી રીતે? આંતરરાષ્ટ્રીય બજારમાં નરમાઈના સંકેતો જલ્દી દેખાતા નથી. કેન્દ્ર અને રાજ્યો તેમનો ટેક્સ ઘટાડવા તૈયાર નથી, ઉપરથી હવે માલ ભાડામાં વધારો સામાન્ય ગ્રાહકના ખિસ્સાને હળવા કરશે.