દિલ્હી-

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં નરમી જાેવા મળી રહી છે. છેલ્લા અમુક સપ્તાહોમાં વધારા બાદ આ સપ્તાહે દુનિયાભરના બજારોમાં ક્રૂડ ઓઈલના ભાવોમાં ઘટાડો નોંંધવામાં આવ્યો છે. પરંતુ ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવથી લોકોને રાહત મળતી નથી દેખાઈ રહી. એક વાર ફરીથી આજે ઓઈલ કંપનીઓએ ભાવમાં વધારો કર્યો અને સામાન્ય જનતાને ભાવમાં ઘટાડાની રાહત ન આપી. જાે કે પેટ્રોલના ભાવમાં ઘટાડામાં રાહત આપી નહિ. જાે કે પેટ્રોલના ભાવમાં કોઈ પણ પ્રકારનો આજે વધારો નથી કરવામાં આવ્યો પરંતુ ડીઝલના ભાવમાં 17 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે આ પહેલા બુધવારે ડીઝલના ભાવમાં 13 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. ભાવમાં વધારા બાદ ડીઝલ પોતાના રેકોર્ડ સ્તર પર પહોંચી ચૂક્યુ છે. ડીઝલની કિંમત 81.35 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. જાે કે ગુરુવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નહોતો પરંતુ આ સપ્તાહે ડીઝલના ભાવમાં આજે ત્રીજી વાર વધારો કરવામાં આવ્યો છે. સોમવારે પણ ડીઝલના ભાવમાં 11 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો.