દિલ્હી-

બે દિવસની તેજી બાદ આજે પેટ્રોલ ડીઝલના ભાવમાં સામાન્ય જનતાને થોડી રાહત મળી છે. દેશની સરકારી કંપનીઓએ પેટ્રોલ ડીઝલના રેટ્‌સમાં કોઇ વધારો કર્યો નથી. છેલ્લા કેટલાય દિવસોથી દેશમાં કૂદકેને ભૂસકે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યાં છે. ત્યારે રાજસ્થાનમાં પેટ્રોલની કિંમત રૂપિયા 100 નજીક પહોંચી છે. રાજસ્થાનના ગંગાનગરમાં શનિવારે પેટ્રોલની કિંમત રૂપિયા 97.50 પ્રતિ લિટર રહી હતી. જે દેશમાં સૌથી વધુ છે. મધ્યપ્રદેશના ભોપાલમાં પેટ્રોલની કિંમત રૂપિયા 93.56 અને મુંબઇમાં 92.28 પ્રતિ લિટર રહી હતી. જ્યારે આજે રવિવારે મુંબઇમાં આજે ભાવમાં કોઇ વધારો ન થતા પેટ્રોલનાં ભાવ 92.28 રૂપિયા પ્રતિ લીટર છે.

દિલ્હી- પેટ્રોલ 85.70 રૂપિયા અને ડીઝલ 75.88 રૂપિયા પ્રતિ લીટર છે.

મુંબઈ- પેટ્રોલ 92.28 રૂપિયા અને ડીઝલ 82.66 રૂપિયા પ્રતિ લીટર છે.

કોલકાતા- પેટ્રોલ 87.11 રૂપિયા અને ડીઝલ 79.48 રૂપિયા પ્રતિ લીટર છે.

ચેન્નઈ- પેટ્રોલ 88.29 રૂપિયા અને ડીઝલ 81.14 રૂપિયા પ્રતિ લીટર છે.